Gujarat

ઠેકો તો સુરતના આ ડોને લઈ રાખ્યો છે… કોંગ્રેસના રઘુ શર્માએ ભાજપના કયા નેતા તરફ કર્યો ઈશારો?

સુરત : ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) નવા પ્રભારી રઘુ શર્માએ (Raghu Sharma) સુરતની (Surat) મુલાકાત દરમિયાન પુણા વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના (Gujarat BJP) પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R Patil) પર નિશાન સાધતા એવુ નિવેદન કર્યુ હતુ કે, ભાજપ માત્ર પાટીદાર (Patidar) સમાજને ખુશ કરવા પટેલ (મુખ્યમંત્રીપદે) ને લાવ્યા. બાકી પુરો ઠેકો તો તમારા આ સુરતના ડોને લઈ રાખ્યો છે. સી.આર.પાટીલના ઘર આંગણે જ કોંગ્રેસના પ્રભારીએ કરેલા આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો માહોલ જામ્યો છે.

રઘુ શર્માએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 2017માં ભાજપની સરકાર બની હતી. 4 વર્ષ વિજય રૂપાણી ચીફ મિનિસ્ટર, નીતિન પટેલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહ્યા પરંતુ પ્રજાની અપેક્ષામાં ઉણા ઉતર્યા તેથી હવે ચૂંટણીના સમયે ‘સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી’. 4 વર્ષ બાદ તમને યાદ આવ્યું કે, આ ચહેરાથી ચૂંટણી જીતી શકાય નહીં, બધાને ઘરે બેસાડ્યા. નવા ચહેરા લાવ્યા, પાટીદાર સમાજને ખુશ કરવો છે તો પટેલને લાવ્યા. અને પુરો ઠેકો તો તમારા આ સુરતના ડોને લઈ રાખ્યો છે.

આવી હાલતમાં ગુજરાત ચાલશે? માફ કરજો આ વિઠ્ઠલભાઈ પટેલની ધરતી છે, 500 રજવાડાનું એકીકરણ વિઠ્ઠલભાઈ પટેલે કર્યું છે, સોરી વલ્લભભાઈ પટેલે કર્યું. રઘુ શર્માના આ નિવેદન બાદ થોડા સમય માટે ઉપસ્થિત તમામ કોંગ્રેસના નેતાઓ અને હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. રઘુ શર્માએ નામ લીધા વિના જ સુરતનો ડોન કહેતા ઉપસ્થિત તમામ લોકો તેમનો ઇશારો સમજી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ સભામાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ હાજર હતા.

Most Popular

To Top