Gujarat

ભાજપ રાજસ્થાનમાં રૂ. 450માં ગેસ સિલિન્ડર આપી શકે, તો ગુજરાતમાં કેમ નહીં?

અમદાવાદ: વાયદાઓની ભાજપા સરકાર છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તાસ્થાને હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાય કરી છે. રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે 450 રૂ.ના એલ.પી.જી. ગેસ સિલિન્ડરની જાહેરાતો કરી રહી છે. બીજી બાજુ, ગુજરાતમાં ૨૫ વર્ષથી સત્તાસ્થાને બેઠેલી ભાજપા ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીમાં રાહત આપવાનું વિચારતી નથી અને ગુજરાતના 61,35,487 ગેસ કનેક્શન ધારકોને મોંઘા ગેસ સિલિન્ડર ખરીદવા મજબુર કરી રહી છે.

પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે ભાજપ 450 રૂ. ના એલ.પી.જી. ગેસ સિલિન્ડરની જાહેરાતો કરી રહી છે. બીજી બાજુ, ગુજરાતમાં ૨૫ વર્ષથી સત્તા સ્થાને બેઠેલી ભાજપા ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીમાં રાહત આપવાનું વિચારતી નથી. પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિત ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધતા જતા ભાવના કારણે ગરીબ, સામાન્ય, મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે.

ડૉ. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ભાજપા સરકાર સત્તા મેળવવા માટે રાજસ્થાનમાં 450 રૂ. ગેસ સિલિન્ડર આપી શકતી હોય તો ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલી ભાજપા ગુજરાતના નાગરિકોને કેમ અન્યાય કરી રહી છે? ગુજરાતમાં ઉજજ્વલા યોજના હેઠળ 40 લાખ ગેસ કનેક્શનમાંથી ૩૫ ટકા એટલે કે 14 લાખ જેટલા ઉજ્જવલા ગેસ કનેક્શન ધારકો પુનઃ ગેસ સિલિન્ડર ભરાવી શકતા નથી. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે.

સરકારના આંકડા મુજબ ગુજરાતમાં 54 ટકા કરતા વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે અને બિનસરકારી આંકડો તેનાથી પણ વધુ છે. આવક સતત ઘટતી જાય છે. મોંઘવારીના માર વચ્ચે ખર્ચા સતત વધતા જાય છે ત્યારે, ગુજરાતના નાગરિકો ખાસ કરીને ગુજરાતની મહિલાઓ ભાજપાના શાસકો ગુજરાતની મહિલાઓને ક્યારે મોંઘવારી રાહત મળશે?

Most Popular

To Top