Gujarat Main

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે વધુ બે ઉમેદવારના નામ જાહેર કર્યા

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) રાજ્યસભાની (RajyaSabha) ત્રણ બેઠકો પર આગામી દિવસોમાં ચૂંટણી (Election) યોજાનાર છે, તેમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જ્યશંકર (ForeignMinisterSJayShankar) બાદ ભાજપ (BJP) દ્વારા આજે વધુ બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના (Banaskantha) ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ (BabuDesai) અને વાંકાનેર (Vankaner) સ્ટેટના રાજવી અને ભાજપના સંનિષ્ઠ નેતા તથા કાર્યકર્તા કેસરીદેવસિંહ ઝાલાના (KesariDevSinhZala) નામ જાહેર કરાયા છે.

આવતીકાલે ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે બાબુ દસાઈ આજે બુધવારે જ ફોર્મ ભરી રહ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બાબુ દેસાઈ અમદાવાદના સોલા રોડ પર રહે છે. તેઓ રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાય છે. બાબુ દેસાઈનો મૂળે બિલ્ડર હતા. ત્યાર બાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા. બાબુ દેસાઈ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. હાલ તેઓ સામાજિક પ્રવૃત્તિમાં રત છે. તેઓ 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થામાં ટ્રસ્ટી છે.

બીજી તરફ કેસરીસિંહ ઝાલા વાંકાનેર સ્ટેટના રાજવી છે. 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. વાંકાનેરની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં તેઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2011માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

વાંકાનેર સ્ટેટના રાજવી દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેસરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે. કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે.

Most Popular

To Top