Vadodara

ભાજપનો ખેસ પહેરેલાને મફત પેટ્રોલ આપી વિરોધ

       વડોદરા: પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો ટિમ રિવોલ્યુશને અનોખો વિરોધ કર્યો હતો.લોકોને મફત પેટ્રોલ આપી ભાજપના સુત્રોચાર પર કટાક્ષ કરવામાં આવ્યા હતા. જ્યારે મફતમાં પેટ્રોલ લેવા માટે વાહન ચાલકો 1 થી 2 કિમિ ની લાંબી કતારોમાં લાગી હતી. 300 કુપન જલ્દી ખતમ થઈ જતા બીજા વાહન ચાલકો નિરાશ થઈને પાછા ફર્યા હતા. અમુક તો સીટી વિસ્તારના કોર્પોરેટર નો લેટર હેડ પર લખાણ લઈને પણ પેટ્રોલ ભરવા માટે આવ્યા હતા. સુભાનપુરા પેટ્રોલ પંપ ઉપર પ્લે કાર્ડ સાથે ઉભા રહી ટિમ રિવોલ્યુશને ભાજપના સૂત્રો બોલનાર વાહનચાલકોને 1 લીટર પેટ્રોલ મફત અપાવ્યું હતું.ટિમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે ભાજપના સૂત્રો દેખાડા પૂરતા હોય છે.ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું 2014 પહેલાં ત્યારે એક રૂપિયો પણ પેટ્રોલનો ભાવ વધતો હતો.

ત્યારે દરેક ચોકડી ઉપર દરેક જગ્યાઓ પર ભાજપ ના લોકો બહાર નીકળી વિરોધ કરતા હતા. જ્યારે હવે તેમનું શાસન છે અને પેટ્રોલ 31 રૂપિયાનું સરકારને મળે છે.એ પેટ્રોલ અત્યારે 95-100 રૂપિયામાં વેચાય છે.ત્યારે જે મોંઘવારી જનતાના માથે પડી છે. અહીં આવે છે તેમની પાસે ભારત માતાકી જય, વંદે માતરમ સૂત્ર બોલાવી રહ્યા છે. આજે મફત વા પેટ્રોલ વિતરણમાં ૩૦૦ જેટલી પણ હતી એક ટૂંક જ સમયમાં ખતમ થઇ ગઇ હતી પેટ્રોલ પંપ પર 1 થી 2 કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી હતી ૧૦૦૦થી વધુ બાઇકો વાહનચાલકો લઈને આવ્યા હતા અમુક તો વાહન ચાલકો સીટી વિસ્તારના કોર્પોરેટર ના લેટરહેડ પર લખાણ લઈને પણ આવ્યા હતા.

ટીમ રિવોલ્યૂશને ભાજપની આબરૂ કાઢી ટીમ રિવોલ્યુશન દ્વારા સુભાનપુરા ખાતેના પેટ્રોલપંપ ઉપર મફતમાં પેટ્રોલ આપી પેટ્રોલ-ડિઝલ, ભાવવધારાનો અનોખો વિરોધ  વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપના શાસનમાં પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે ભાજપનો ખેસ પહેરેલાઓને મફત પેટ્રોલ આપી િવરોધ વ્યકત કરતા મફત પેટ્રોલ લેવા માટે એક કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. પણ લિમિટેડ 300 કુપન વહેંચતા બીજી લાઈનમાં ઉભા રહેલા લોકો નિરાશ થયા હતા. ઘણા લોકો બાકી રહી ગયા હતા તેમને ફરીવાર ફ્રી પેટ્રોલનો મોકો મળશે.     

Most Popular

To Top