Gujarat

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સહિત રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ

ગાંધીનગર: (Gandhinagar) ભાજપના (BJP) રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ચારેય ઉમેદવારોને મંગળવારે રિટર્નિંગ ઓફિસરે બિનહરીફ ચુંટાયેલા જાહેર કર્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા તથા ગોધરાના ડો.જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. આ ચારેય ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચુંટાઈને જશે.

ખાસ કરીને મંગળવારે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર ભાજપના પ્રદેશ અગ્રણી રજની પટેલે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. જ્યારે અપક્ષ ઉમેદવારી કરનાર પરેશ મુલાણીને કોઈ સમર્થન નહીં મળતાં તેમનું ફોર્મ રદ થયું છે. જ્યારે ઓછા સંખ્યાબળના કારણે કોંગ્રેસે કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા જ નથી. જેના પગલે આજે રાજ્યસભાની ચૂંટણી માટેના રિટર્નિંગ અધિકારી દ્વારા ભાજપના ચારેય ઉમેજવારોને સત્તાવાર રીતે બિનહરીફ ચુંટાયેલા જાહેર કરાયા છે. ભાજપના ચાર ઉમેદવારોમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા તથા ગોધરાના ડો.જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. આ ચારેય ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચુંટાઈને જશે.

Most Popular

To Top