ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થવાની સાથે જ હવે ફોર્મ ભરવાની મુદત પણ પૂરી થઈ ગઈ છે, ત્યારે રાજકીય જંગ બરાબર જામ્યો છે. તેવામાં મહેસાણા બેઠક ઉપર ભાજપનો (BJP) વિજય થવાનો જ છે. મારી લોકપ્રિયતા જોઈને મને કાળો ટીકો લગાવ્યો છે, તેવું ભાજપના સિનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
મહેસાણામાં ભાજપની જીતની સંભાવનાઓ અંગે મીડિયાએ જ્યારે નીતિન પટેલને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અમે મહેસાણામાં જીતના ઝંડા લહેરાવીશું જ. જે રીતે સુંદર બાળકને ખરાબ નજર ન લાગે, તેથી તેને બચાવવા માતા કાળો ટીકો કરે છે, તેમ ભાજપના નેતાઓએ મારી લોકપ્રિયતાને જોઈ મારા ઉપર કાળા ટીકા લગાવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે મહેસાણામાં ભાજપના ઉમેદવારોને સમર્થન મળી રહ્યું છે. મહેસાણામાં નીતિન પટેલ હોય કે મુકેશ પટેલ ભાજપની જીત મહત્વની છે. સમય બળવાન હોય છે, મનુષ્ય બળવાન હોતો નથી.