National

BJP સાંસદ દિલીપ ઘોષની મમતા પર ટિપ્પણી, કહ્યું- મમતા તેના પિતા નક્કી કરે, TMCની ECને ફરિયાદ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee) પર ભાજપના સાંસદ દિલીપ ઘોષની ટિપ્પણીને (Comment) લઈને રાજકારણ ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ મંગળવારે 26 માર્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘોષનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં ઘોષે મમતાના પિતા વિશે નિવેદન આપ્યું છે. દિલીપ ઘોષે કહ્યું કે મમતા જ્યારે ગોવા જાય છે ત્યારે તે પોતાને ગોવાની દીકરી કહે છે. ત્રિપુરામાં તે પોતાને તે જગ્યાની દીકરી કહે છે. તેઓએ નક્કી કરવું જોઈએ કે તેમના પિતા કોણ છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર એક વીડિયોમાં દિલીપ ઘોષ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં ટીએમસીના નારા ‘બાંગલા નિઝર મેયે કે ચાય’ એટલે કે (બંગાળ પોતાની દીકરી ઈચ્છે છે)ની મજાક ઉડાવી રહ્યા હતા. જો કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે સ્પષ્ટ નથી. TMCએ મમતા પર વાંધાજનક ટિપ્પણી કરવા અને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઘોષ વિરુદ્ધ રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. તેમજ ઘોષની માફી માંગવાની માંગણી કરી હતી.

ઘોષનો વીડિયો શેર કરતી વખતે TMCએ લખ્યું કે હિંદુ દેવી હોય કે ભારતની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી, ઘોષને મહિલાઓ માટે કોઈ સન્માન નથી. જણાવી દઈએ કે દિલીપ ઘોષે વર્ષ 2021માં મા દુર્ગા પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભગવાન રામ રાજા હતા. કેટલાક લોકો તેમને અવતાર માને છે. આપણે તેમના પૂર્વજોના નામ જાણીએ છીએ. શું આપણે દુર્ગાના પૂર્વજો વિશે જાણીએ છીએ? ઘોષના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો.

ટીએમસીના ઘણા નેતાઓએ ઘોષની મમતા પરની ટિપ્પણી બદલ ટીકા કરી હતી. કીર્તિ આઝાદે કહ્યું કે ઘોષની અભદ્ર ટિપ્પણીથી એક મહિલાનું અપમાન થયું છે. તેમની માનસિક સ્થિતિ સારી નથી. તેઓએ કોઈ હોસ્પિટલમાં જઈને પોતાની સારવાર કરાવવી જોઈએ. તેમણે સીએમ વિશે જે કહ્યું તેના માટે તેમની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ થવી જોઈએ. કીર્તિ આઝાદ બંગાળની બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી TMCના લોકસભા ઉમેદવાર છે. આ બેઠક પરથી દિલીપ ઘોષ ભાજપના ઉમેદવાર છે. દિલીપ હાલમાં મેદિનીપુર લોકસભા સીટથી ભાજપના સાંસદ છે.

Most Popular

To Top