National

ભાજપ-કોંગ્રેસ પોસ્ટર વોર: રાહુલને ‘રાવણ’, મોદીને ‘કઠપૂતળી’… વિરોધમાં રસ્તા પર ઉતર્યા નેતાઓ

નવી દિલ્હી: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પહેલા જ સત્તાધારી ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે પોસ્ટર વોર (Poster War) શરૂ થઈ ગયું છે. ભાજપે ટ્વીટ (Tweet) કરીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) નવા યુગના રાવણ બતાવ્યા છે. તેના જવાબમાં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) ઉદ્યોગપતિ અદાણીની (Adani) કઠપૂતળી ગણાવતા એક પોસ્ટર બહાર પાડ્યું હતું. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહી છે.

પોસ્ટરોને લઈને બંને પક્ષો વચ્ચેનો આ તણાવ બુધવારે ત્યારે શરૂ થયો જ્યારે કોંગ્રેસે સોશિયલ મીડિયા X (અગાઉના ટ્વિટર) પર પીએમ મોદીને સૌથી મોટા જુઠ્ઠા ગણાવતા એક પોસ્ટર શેર કર્યું. અન્ય એક પોસ્ટરમાં પીએમ મોદીને જુમલા બોય તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે. જેના જવાબમાં ભાજપે રાહુલ ગાંધીનું એક પોસ્ટર ટ્વીટ કર્યું છે. આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને નવા જમાનાના રાવણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે નવા યુગનો રાવણ અહીં છે, ધર્મનો વિરોધી, તેનો ઉદ્દેશ્ય ભારતને નષ્ટ કરવાનો છે.

ભાજપના પોસ્ટરના જવાબમાં કોંગ્રેસે પણ પોસ્ટર બહાર પાડ્યું હતું. આ પોસ્ટરમાં પીએમ મોદીને અદાણીની કઠપૂતળીની જેમ બતાવવામાં આવ્યા છે. ભાજપની આ કાર્યવાહીથી કોંગ્રેસ નારાજ થઈ હતી અને તેને ખતરનાક ગણાવી હતી અને કહ્યું હતું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ હિંસા ભડકાવવાના ઈરાદાથી રાવણનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે ભાજપના સત્તાવાર હેન્ડલ દ્વારા રાહુલ ગાંધીને રાવણ તરીકે દર્શાવવામાં આવેલ પોસ્ટર વાંધાજનક છે. આ સ્પષ્ટપણે કોંગ્રેસના સાંસદ વિરુદ્ધ હિંસા માટે ઉશ્કેરણી છે.

આ પોસ્ટરનો જવાબ આપતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીજી અને જેપી નડ્ડાજી, તમે રાજકારણ અને ચર્ચાને કયા સ્તરે પતન કરવા માંગો છો? શું તમે તમારા પક્ષના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવતી હિંસક અને ઉશ્કેરણીજનક ટ્વીટ્સ સાથે સહમત છો? બહુ સમય વીત્યો નહિ અને તમે પવિત્રતાનું વ્રત લીધું. શું તમે વચનો જેવા શપથ ભૂલી ગયા છો?

કોંગ્રેસનો આરોપ છે કે રાહુલ ગાંધીને રાવણ કહીને તેમના જીવને ખતરો છે. રાજસ્થાન કોંગ્રેસના નેતાએ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા નેતાઓ સામે કેસ નોંધવાની પણ માંગ કરી છે. દિલ્હીથી જયપુર અને ગુજરાતથી જમ્મુ અને છેક દક્ષિણ કેરળ સુધી કોંગ્રેસ પક્ષ ઉશ્કેરાયેલા છે. તેઓ રસ્તા પર ઉતરીને ભાજપનો વિરોધ કરી રહ્યા છે. પૂતળા સળગાવતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે ભાજપે તેમના નેતા રાહુલ ગાંધીની તસવીરો વિકૃત કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

Most Popular

To Top