National

અદાણી મામલે લોકોનું ધ્યાન ભટકાવવા માટે હંગામાઓ કરવામાં આવી રહ્યાં છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી ગુરુવારે સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાં તેઓએ લોકસભામાં પણ બેઠા હતા પણ ભાજપ (BJP) અને વિપક્ષ વચ્ચેના બોલચાલના કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ હતી. જેના કારણે રાહુલ ગાંધીને બોલવાનો મોકો મળ્યો ન હતો. જણાવી દઈએ કે ભાજપે રાહુલ પર લંડનમાં (London) દેશ વિરોધી કહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે રાહુલે જવાબ આપ્યો હતો કે જો મને સભાપતિ બોલવાનો મોકો આપશે તો હું આ મામલે જરુર થી કહીશ.

રાહુલે કહ્યું હતું કે મને આશા છે કે આવતીકાલની બેઠકમાં મને બોલવાનો મોકો મળે. આજે મારા સદન પહોંચવાની પહેલા જ સદન સ્થગિત થઈ ગયું હતું. થોડાં દિવસ પહેલા હું એ સદનમાં અદાણી અંગે કેટલાક સવાલો પૂછયા હતા જેનો જવાબ આપવામાં આવ્યો નથી. મારા આખેઆખા ભાષણને જ હટાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર હંગામો કરીને લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે. મારા એક પણ સવાલના જવાબ આપવામાં આવ્યાં નથી. સરકાર આવા નાના નાના છમકલા મૂકીને મુખ્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવાની કોશિશ કરી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારના ચાર મંત્રીઓએ આ હંગામાનું નેતૃત્વ કર્યું છે. આ હંગામાઓ મારા સવાલોના જવાબ ન આપવા માટે કરવામાં આવી રહ્યાં છે. તેઓએ કહ્યું કે જો હું સાંસદ સભ્ય છું તો મારી પ્રાથમિક જવાબદારી એ છે કે હું તમામ સવાલોનો જવાબ આપું.

આ ઉપરાંત ભાજપ ઉપર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે થોડાં દિવસ પહેલા હું એ નરેન્દ્ર મોદી અને અદાણીના સંબંધ અંગે કેટલાક સવાલ કર્યા હતા. આ સવાલોના જવાબ મને મળ્યા નથી આ ઉપરાંત ભાષણને કાર્યવાહીમાંથી હટીવી દેવામાં આવ્યા છે. ભાષણમાં એવું પણ કશું ન હતું જેને સાર્વજનિક રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવે.

રાહુલગાંધીએ કહ્યું કે સરકાર અને પ્રધાનમંત્રી અદાણીના મામલે ડરેલા છે. તેઓએ જવાબ આપવો ન પડે તેના કારણે તેઓએ આ તમાશો કર્યો છે. મને લાગે છે કે મને સંસદમાં બોલવા દેવામાં ન આવે. મારો મુખ્ય સવાલ આજે પણ એ જ છે કે નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચે કયો સંબંધ છે.

Most Popular

To Top