ઉત્તરપ્રદેશ: ભાજપે (BJP) આજે વિધાનસભા ચૂંટણી (Assembly elections) માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે આજે 107 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. વર્તમાન 83 પૈકી 63 ધારાસભ્યોને ફરી ટિકિટ (ticket)આપવામાં આવી છે. ભાજપે આખરે તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ઉત્તર પ્રદેશના (Uttar pradesh) સીએમ યોગી આદિત્યનાથને (CM Yogi Adityanath) ગોરખપુર (Gorakhpur) શહેરની બેઠક પરથી ઉતારવાનો નિર્ણય લીધો છે.
ભાજપે આજે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોના નામ જાહેર થવા પહેલા સીએમ યોગી આદિત્યનાથ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. યોગી ક્યારેક અયોધ્યાથી તો ક્યારેક મથુરાથી ચૂંટણી લડવાની વાતે ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સીએમ યોગી અંગેની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
ગોરખપુરથી સીએમ યોગી અને ડેપ્યુટી સીએમ મૌર્ય સિરાથુથી ચૂંટણી લડશે
ચર્ચાઓથી વિપરીત સીએમ યોગી આદિત્યનાથ હવે ગોરખપુર શહેરથી ચૂંટણી લડશે. જ્યારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પ્રયાગરાજની સિરાથુ સીટથી ચૂંટણી લડશે. ભાજપે નોઈડાના વર્તમાન ધારાસભ્ય પંકજ સિંહને ટિકિટ આપી છે. જ્યારે નંદકિશોર-ગુર્જરને લોનીથી ટિકિટ આપવામાં આવી છે. ગૌતમ બુદ્ધ નગરની ત્રણેય બેઠકો પર ભાજપ તરફથી માત્ર વર્તમાન ધારાસભ્યને જ ટિકિટ મળી છે. દાદરી વિધાનસભાથી તેજપાલ નગરને બીજેપી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તે જ સમયે, જેવર વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય ધીરેન્દ્ર સિંહને ટિકિટ મળી છે.
BSPએ પ્રથમ તબક્કા માટે 53 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કામાં 58 વિધાનસભા બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. માયાવતીએ (Mayawati) પ્રેસ કોન્ફરન્સ કરી વિધાનસભાના ઉમેદવારોની લીસ્ટ જાહેર કરી છે. જેમાં BSPએ 53 વિધાનસભા સીટો પર ઉમેદવારો ફાઈનલ કર્યા છે, 5 સીટો બાકી છે, એક-બે દિવસમાં ફાઈનલ થઈ જશે. માયાવતીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે બસપા કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવા જઈ રહી નથી. અમે એકલા હાથે ચૂંટણી લડવાના છીએ, અમારું ગઠબંધન સર્વ સમાજ સાથે છે. તેના આધારે આ વખતે અમારી પાર્ટી પૂર્ણ બહુમત સાથે સરકારમાં આવી રહી છે. પોતાના જન્મદિવસ પર પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું કે સ્વામી પ્રસાદનું કિસ્મત બીએસપીમાં જોડાયા બાદ ખુલ્યું છે. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ ક્યારેય પણ ચૂંટણી જીત્યા નથી. જનતા દળમાં રહ્યા. તેઓ પીપલ્સ પાર્ટીમાં હતા, છતાં પણ તેઓ ચૂંટણી જીતી શક્યા ન હતા. ભાજપે પણ 5 વર્ષ સુધી સ્વામી પ્રસાદને વેઠ્યા છે.