માંડવી : માંડવી (Mandvi)ના કરંજ GIDCમાંથી બે દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ (State monitoring)ની ટીમે રેડ (Raid) કરતાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 32 આરોપી સહિત રૂ.6,91,94,194નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને 3 જેટલા આરોપીને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા હતા.
માંડવી-કીમ રોડ પર આવેલા કરંજ GIDCના મોલવણ પાટિયા પાસે પ્લોટ તથા ભાટકોલ ગામની સીમમાં આવેલી ખુલ્લી જગ્યામાં બાયો ડીઝલ (Bio diesel)નો જથ્થો તથા જુદા જુદા જ્વલનશીલ પ્રવાહી પ્રદાર્થનું ભેળસેળ કરવાનું બેનામી રેકેટ (Racket) મોટા પ્રમાણમાં ચાલી રહ્યો હતો. જે અંગેની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમને મળતાં તેમણે D.Y.S.P. જ્યોતિ પટેલ સહિત અન્ય પોલીસના કાફલા સાથે રેડ કરી હતી. અને બિનધિકૃત પરવાનગી વગર આર્થિક લાભ મેળવવા ગેરકાયદે બાયો ડીઝલ કુલ લીટર 1,42,900 જે કિંમત રૂ.1,07,17,500 થવા જાય છે.
તથા બાયો ડીઝલની બનાવટમાં વપરાયેલો અલગ અલગ પ્રકારનો ઓઈલનો જથ્થો 91,250 લીટર જેની કિંમત રૂ.46,40,500, બાયો ડીઝલના વહનમાં વપરાયેલ તેમજ બાયો ડીઝલ લેવા માટે આવેલાં નાનાં-મોટાં વાહનો નંગ-19 જેની કિંમત રૂ.2,20,85,000, બાયો ડીઝલ ભરવા આવેલાં વાહનોમાંથી કબજે કરેલા મુદ્દામાલ કિંમત રૂ.2,23,59,679, ઉપરાંત ટેન્કો, ટાંકીઓ, ભઠ્ઠીઓ, બેરલો, ફિલ્ટર, મશીન મળી તમામ કિંમત રૂ.88, 76,780, મોબાઈલ ફોન નંગ-29 જેની કિં.રૂ.2,19,500, અંગઝડતી-વહન-વેચાણની કિંમત રૂ.2,85,235, ડી.વી.આર. નંગ-2ની કિંમત રૂ.10,000 તેમજ એ.ટી.એમ. કાર્ડ સ્વાઈપ મશીન બીલ્ટીઓ, પાવરબેન્ક, ટેક્સઇન્વોઇસ બિલોની નકલો, ચાવીઓ તથા ડ્રાઈવિંગ, પ્રવાહી ભરેલાં સિલબંધ સેમ્પલો નંગ-38 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.6,91,94,194 થાય છે.
પોલીસે 3 આરોપીને વોન્ટેડ જાહેર કરેલાં નામો આ પ્રમાણે છે. જે બાયો ડીઝલનો જથ્થો મંગાવનાર નીરજ સિંધી (રહે.,ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) અને બાયો ડીઝલનો જથ્થો વહન કરવા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરનાર એકતા બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટેશનના સમર પ્રતાપસિંહ (રહે., વાપી), સલીમ મિર્ઝા (રહે.,રોયલ પાર્ક, કીમ ચાર રસ્તા) આ ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ કામગીરીમાં DYSP સી.એમ.જાડેજા, સી.પી.આઈ. પી.વી.પટેલ કરી હતી. અને આગળની તપાસ પો.ઇન્સ્પેક્ટર કે.વી.સુડાસમા કરી રહ્યા છે.
ઝડપાયેલા 32 આરોપી
1.રાજેશ ગયાપ્રસાદ ગોર (યુ.પી), 2. અમિત વિજય વળવી (રહે.,ડાભારી આંબા, જિ-તાપી), 3. અંગત રાજારામ ગોડ (ઉત્તર પ્રદેશ), 4.લાલસાહેબ રાજારામ યાદવ (ઉત્તર પ્રદેશ), 5.મહેશ જગતનારાયણ ગૌતમ (રહે.,ઉત્તર પ્રદેશ), 6.ઇકબાલ ઉર્ફે અસલમ ઉંમર તેલી (રહે.,કીમ ચોકડી), 7. ફિરોઝ ઉર્ફે ઈરફાન ઉંમર તેલી (રહે.,કીમ ચોકડી). 8.જગદીશ નાનુ વાઘાણી (રહે.,વરાછા, સુરત), 9.ઝુબેર રઝાક અડવાણી (રહે.,ભાવનગર), 10.તોસિફ અફઝલ હુસેન શેખ (રહે.,પાલોદ), 11. સોયેબ અફઝલ હુસેન શેખ (રહે.,પાલોદ ), 12.સકીલ અફઝલ હુસેન શેખ (રહે.,ભાટકોલ), 13.ઈમ્તિયાઝ હુસેન જોખીયા (રહે.,કાલાવડ-જામનગર), 14.સિકંદર વલી મહમદ સપીયા (રહે.,જામનગર), 15.પ્રેમચંદ કાલુ ધોભી (રહે.,ભીલવાળા, રાજસ્થાન), 16.સમંદર શિવરાજ જાટ (રહે.,ભીલવાળા, રાજસ્થાન), 17.ત્યાગરાજ દેવરાજ મોડલીયા (રહે.,આંધ્ર પ્રદેશ), 18.નિયામત ઉલ્લાખાન પઠાણ (રહે.,તામિલનાડુ), 19.લોગનાથન જયરમણ વણીયર (રહે.,તામિલનાડુ ), 20.મગામણી સેનગોન વેલણ (રહે.,તામિલનાડુ), 21.સેલવાર રાજી એલુમ વણીયર (રહે.,તામિલનાડુ), 22.સેલવા વિનાયગમ ગોપાલ વણીયર (રહે.,ચેન્નાઈ ), 23.મુરગન મુતરીયર (રહે.,તામિલનાડુ), 24.ગોવિંદ રાજ મુતરિયર (રહે.,તામિલનાડુ), 25.પેરુમલ વણીયર (રહે.,તામિલનાડુ), 26.વિજય રાધવન વણીયર (રહે.,તામિલનાડુ), 27.બરા નીદરન બલસુબર મન્યન (રહે.,તામિલનાડુ), 28.વસીમ સિતાર સાટી (રહે.,જામનગર), 29.નાગરાજુ સિરનગન મૃતુંરાજ (રહે.,તામિલનાડુ), 30.ગોપાલરાજ સ્વામિનારાયણ મૃતુરાજ (રહે.,તામિલનાડુ), 31.નાસરપાસ સાગલુ હમીદ (રહે.,તામિલનાડુ), 32.શંકર સુબ્રમણી વણીયર (રહે.,તામિલનાડુ)ની ધરપકડ કરવામાં આવી હતી.