Dakshin Gujarat

અમલસાડમાં એક ઘર નજીક વાડામાંથી નાગનાં 17 બચ્ચાં નિકળતા ફફડાટ

બીલીમોરા: (Bilimora) ગણદેવી તાલુકાના અમલસાડ ગાંધીનગર ફળીયામાં ઘર નજીક વાડામાં મંગળવારે સવારે નાગના (Snake) 17 બચ્ચા નીકળતા ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. નવસારી વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશને નાગના બચ્ચાઓને જંગલમાં (Jungle) છોડવાની તજવીજ હાથ ધરી છે.

  • અમલસાડમાં નાગના 17 બચ્ચા નીકળતા લોકોમાં ગભરાટ
  • નવસારી વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશને નાગના બચ્ચાઓને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી

અમલસાડ ગાંધીનગર ફળીયામાં રહેતા જીજ્ઞેશ નાયકાના ઘરના આંગણે મંગળવારે સવારે સાપનું એક બચ્ચું નીકળ્યું હતું. નવસારી વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશનના સ્વયંસેવક ભાવેશ હળપતિને ફોન કરીને જાણ કરતા તેઓ સ્વયંસેવક દેવાભાઈ હળપતિ સાથે સ્થળ ઉપર આવી સાપોલિયા નાગના બચ્ચાની ઓળખ કરી રેસ્ક્યુ કર્યું હતું. જે બાદ આજુબાજુ તપાસ કરતા બીજા બે બચ્ચા દેખાયા હતા. જે બાદ દરમાંથી કુલ નાગના 17 નવજાત બચ્ચા મળી આવ્યા હતા. આમ એક સાથે 17 બચ્ચા મળી આવતા ગણદેવી વન વિભાગના આરએફઓ છાયાબેન પટેલને જાણ કરી હતી.

તે સાથે છાયાબેન પટેલ તથા સ્ટાફ નિકુંજ પટેલ, ભાવિન પટેલે સ્થળ ઉપર ધસી આવી નાગના બચ્ચાનો કબ્જો લીધો હતો. અને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. નાગની પ્રજાતિ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ સંરક્ષિત હોવાથી તેને સંરક્ષણ આપવામાં આવે છે. સરીસૃપોમાં સાપોની પ્રજાતિમાં ચાર ઝેરી સાપોમાં નાગ પણ આવે છે. સામાન્ય રીતે સાપોની પ્રજાતિ માનવ વસવાટથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ માનવી દ્વારા ઘરનો એઠવાડ ઘરની બાજુમાં ફેકાતા તે ખાવા ઉંદર આવે છે અને ઉંદરનો શિકાર કરવા સાપો માનવ વસાહતમાં આવે છે. આમ અચાનક નાગના 17 બચ્ચા મળી આવતા અમલસાડના ગાંધીનગર ફળિયામાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો.

ડાભેલ ગામે જૂની અદાવતમાં એકને માર માર્યો
નવસારી : ડાભેલ ગામે જૂની અદાવતમાં એકને માર માર્યો હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના ડાભેલ ગામે નવીનગરીમાં મોહસીન અબીબ પઠાણ (ઉ.વ. 38) તેમના પરિવાર સાથે રહે છે. ગત 8મીએ મોહસીન શોકતભાઈ એકલવાયાના ઘર પાસે ગયા હતા. જ્યાં કોઇપણ વાતચીત કર્યા વિના જૂની અદાવત રાખીને શોકતભાઈએ મોહસીનભાઇને માર મારવા લાગ્યા હતા. જેથી મોહસીનભાઈએ શોકતભાઈને પુછેલ કે કેમ મને મારે છે. પરંતુ શોકતભાઈએ તું અહીંથી જતો રહે. જોકે ત્યારે ત્યાં હાજર ઝકરભાઈ, અમીનભાઈ અને અન્યોએ મોહસીનને બચાવ્યો હતો. પરંતુ શોકતભાઈએ મોહસીનભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મોહસીનભાઇ તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ડાભેલ ગામની મદ્રેસા પાસે પહોંચતા તેમને ચક્કર આવતા પડી ગયા હતા. જ્યાંથી સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવ અંગે મોહસીનભાઈએ મરોલી પોલીસ મથકે શોકતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. પુનાભાઈને સોંપી છે.

Most Popular

To Top