Dakshin Gujarat

બીલીમોરા રેલવે ફૂટ ઓવરબ્રિજનું દોઢ વર્ષથી અટકેલું કામ આખરે આ રીતે પૂરું કરાયું

બીલીમોરા: છેલ્લાં દોઢ વર્ષથી બીલીમોરા રેલવે ફૂટ ઓવરબ્રિજનું (Bilimora Railway Foot Overbridge) અધૂરું કામ ગુરુવારે ત્રણ કલાકના મેગા બ્લોક આપી ચાર ગર્ડરો મૂકીને પૂરું કરાયું છે. 6 મહિના પહેલા શરૂ થયેલા ઓવરબ્રિજથી નગરજનોને વર્ષોથી પડતી યાતનાનો અંત આવ્યો હતો, પણ તેની સાથે રેલવે ક્રોસિંગ નંબર 108 અને 109 કાયમ માટે બંધ કરી દેતા ચાલી ને જતા લોકોને પૂર્વમાંથી પશ્ચિમમાં આવવા જવા માટે એક કિલોમીટર થી વધુનો ચકરાવો લેવો પડતો હતો. જો કે હાલ રેલવે અંડરગ્રાઉન્ડ નો વપરાશ થઈ રહ્યો છે એટલે પગપાળ જતા મહિલાઓ વડીલો અને બાળકોને રાહત છે.

  • બીલીમોરા ના રેલવે ફૂટ ઓવરબ્રીજની અધુરી કામગીરી ગુરુવારે મેગા બ્લોક આપીને પૂર્ણ કરાઈ
  • બાકીનું કામ રેલવે વહેલું પૂરું કરીને લોકોના વપરાશ માટે ખુલ્લો મુકશે

બાકી ચોમાસામાં તો રેલવે ઓવરબ્રિજ ચાલીને જ આવવું જવું પડે છે. વર્ષોથી રેલવે પાસે નગરજનો પૂર્વમાંથી પશ્ચિમ ને જોડતા ફૂટ ઓવરબ્રિજની માંગણી કરી રહ્યા હતા, જેમાં પૂર્વ તરફ રેલવે દ્વારા ફૂટઓવર બ્રિજ બનાવવા માં આયો તો ખરો પણ તે એટલો લાંબો અને તેની ડિઝાઇન અનુકૂળ ન હોવાથી તેનો મર્યાદિત ઉપયોગ લોકો એટલા માટે કરી રહ્યા છે કેમકે હજી તે અધૂરો છે.

પૂર્વમાં બનેલા ફૂટ ઓવરબ્રિજને પશ્ચિમ સાથેનું જોડાણ દોઢ વર્ષોથી બાકી રહ્યું હતું. જેનું અધૂરું કામ ગુરુવારે રેલવે દ્વારા ત્રણ કલાકના મેગા બ્લોક આપીને મોટી ક્રેન દ્વારા ચાર ગર્ડર બેસાડી દેવામાં આવ્યા છે. જેથી હવે ફૂટ ઓવરબ્રિજ ના કામમાં પ્રગતિ થશે, જેથી આવનારા દિવસોમાં પગપાળા જતા પૂર્વમાંથી પશ્ચિમના લોકોને સગવડ મળવા સાથે તકલીફ નહીં પડે.

સચીન-ભેસ્તાન વચ્ચેના પુલ માટે ગડરની કામગીરી માટે પાંચ ટ્રેન મોડી દોડશે
સુરત: સચીન અને ભેસ્તાન રેલવે સ્ટેશન વચ્ચે એફઓબી માટે ગડર લોન્ચિંગની કામગીરી 15 મી તારીખે થનાર છે. તે માટે 15 મી તારીખે સવારે 10.20 થી 13.30 દરમિયાન ટ્રાફિક અને પાવર બ્લોક લેવાથી તેના કારણે પશ્ચિમ રેલવેની સુરતથી પસાર થતી પાંચ ટ્રેનોને અસર થશે. ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ બે કલાક મોડી રહેશે. ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ 1.45 કલાક મોડી રહેશે. ટ્રેન નંબર 22475 હિસાર-કોઇમ્બતુર એક્સપ્રેસ 1.25 મિનિટ મોડી રહેશે. ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સપ્રેસ 20 મિનિટ મોડી રહેશે. ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ 25 મિનિટ મોડી રહશે.

Most Popular

To Top