બીલીમોરા: (Bilimora) ગણદેવી અને બીલીમોરા પોલીસ સ્ટેશનના (Police Station) હદ વિસ્તારમાં પ્રોહિબિશનનાં 122 કેસોમાં રૂપિયા 73,07,285 કિંમતની વિદેશી દારૂની બોટલો નંગ 56829 જપ્ત કરાઈ હતી. જેનો ગણદેવી વેગણિયા નદી કિનારે પોલીસ ગ્રાઉન્ડ કમ્પાઉન્ડમાં શુક્રવારે બપોરે નાશ કરાયો હતો.
- બીલીમોરામાં લોકસભાની ચૂંટણી અગાઉ પકડાયેલા દારૂનો નાશ
- બીલીમોરામાં લોકસભાની ચૂંટણી અગાઉ પકડાયેલા દારૂ પર બુલડોઝર ફેરવાયું
બીલીમોરા પોલીસ મથકે ગત તા. 8/4/2024 સુધીનાં પ્રોહીબિશનના કુલ 61 કેસમાં રૂપિયા 7,74,700 ની 11743 બોટલ તેમજ ગણદેવી પોલીસ મથકમાં 1/11/23 થી 7/4/24 સુધીનાં 61 કેસમાં રૂપિયા 65,32,585 ની 45086 બોટલ કબ્જે લેવાઈ હતી. આમ બંને પોલીસ મથક મળી કુલ 122 કેસ નોંધાયા હતા. જેમાં રૂપિયા 7308285 ની કુલ બોટલ 56829 કબ્જે લેવાઈ હતી. જેનો શુક્રવારે નાશ કરાયો હતો.
ગણદેવીના આઇપીએસ અધિકારી સિમરન ભારદ્વાજ, ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલ, ચીખલી નાયબ પોલીસ વડા ભગીરથસિંહ ગોહિલ, બીલીમોરા પીઆઈ પીએ આર્ય, ગણદેવી પીએસઆઇ વિજય પટેલ, નશાબંધી આબકારી અધિકારી એમ ડી કાતરોડીયા, ગણદેવી મામલતદાર જગદીશ ચૌધરી અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઉપરોક્ત વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.