બીલીમોરા: (Bilimora) બીલીમોરા પોલીસે (Police) બાતમીના આધારે મહારાષ્ટ્રથી સુરત તરફ એસિડની (Acid) બોટલોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ (Alcohol) સહિત રૂ. ૧૯.૯૬ લાખનો મુદ્દામાલ નાદરખા ઘાચી વાડથી ઝડપી પાડી કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે.
- એસિડની બોટલની આડમાં કન્ટેનરમાં લઈ જવાતો ૧૯ લાખનો દારૂ ઝડપાયો
- દારૂની હેરાફેરી માટે બુટલેગરોની અવનવા કીમીયા, ચાલકની ધરપકડ
બીલીમોરા પીઆઈ ટી.એ.ગઢવીને મળેલી બાતમી બાદ સ્ટાફને એલર્ટ કરતા નાદરખાં ઘાચીવાડમાં સ્ટાફ ગોઠવ્યો હતો. તે સમયે શુક્રવારે રાત્રે બાતમી વાળું અશોક લેલેન્ડ કન્ટેનર MH.06.AQ.8689 આવતા તેને થોભાવી કન્ટેનર ખોલવાનું કહેતા ચાલક ગભરાઈ ગયો હતો અને અંદર દારૂ હોવાની તેણે કબુલતા કરતા આખુ કન્ટેનર ચાલક સહિત પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.
કન્ટેનરમાંથી નાની મોટી વિદેશી દારૂની ૧૦,૬૮૦ બોટલ કિંમત ૧૩,૪૧,૦૪૦ સાથે ૬,૫૦,૦૦૦ નું અશોક લેલેન્ડ કન્ટેનર અને ૫ હજારનો મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા ૧૯,૯૬,૮૪૦ નો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસના હાથે પકડાયેલો ચાલક સુરેશ બિશ્નોઈ (રહે સીદરામ ત્રિવેદી રામકીબેલી, તા.સેડવા, જી.બાડમેર, રાજસ્થાન)ને આ માલ મહારાષ્ટ્રના વસઈ ટોલનાકા પહેલા પરશુરામ નામના વ્યક્તિએ આપ્યો હોવાનું અને સુરત પહોંચી કોને પહોંચાડવાનો છે તેની જાણકારી ફોન પર આપવાની હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે રૂપિયા ૧૯,૯૬,૮૪૦ નો દારૂ સહિતનો મુદ્દામાંલ ઝડપી પાડી કન્ટેનર ચાલક સુરેશ બિશ્નોઈની ધરપકડ કરી છે. જ્યારે માલ ભરાવી આપનાર પરશુરામને વોન્ટેડ જાહેર કર્યો છે.
અગાઉ પણ દારૂ ભરેલું કન્સાઈન્મેન્ટ પકડાયું હતું
અત્રે નોંધનીય છે કે ગત તા. ૮/૯/૨૦૨૪ એ પણ બીલીમોરા પોલીસે અંભેટા માર્ગ થઈ સુરત જતા કન્ટેનરમાંથી પણ રૂપિયા ૨૧.૨૭ લાખનો દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ફરી સવા મહિનાના ટૂંકા ગાળામાં બીલીમોરા પોલીસે દારૂનું બીજુ આટલુ મોટુ કન્સાઈન્મેન્ટ પકડી પાડ્યું છે.
કડોદરામાં ટેમ્પોમાંથી 1.93 લાખનો દારૂ ઝડપાયો
પલસાણા: કડોદરા પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે કડોદરા ગામની સીમમાં કામરેજ તરફ જતા નેશનલ હાઇવે નં.૪૮ ૫૨ રોડની સાઇડમાં સફેદ કલરની મહીન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ નં.(એમએચ ૦૪ એલઇ ૨૨૭૧) પાર્ક કરી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે. આ બાતમીના આધારે કડોદરા પોલીસની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતાં પોલીસે ટેમ્પોમાંથી વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ ૧૩૩૨ કિંમત ૧૯૩૨૦૦, ટેમ્પોની કિં.૩.૫૦ લાખ મળી કુલ ૪૮૯૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તથા ટેમ્પોચાલક જગ્યા પર ન મળતાં તેને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.