દાહોદ: ઝાલોદ નગર ના મુવાડા ખાતે જીઈબી ઓફિસની નજીક બોલેરોની અડફેટે મોટરસાઈકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હોવાની પ્રાથમિક જાણકારીઓ પ્રાપ્ત થઇ રહી છે.
વહેલી સવારે ઝાલોદ નગરના મુવાડા જીઈબી ઓફિસની નજીક એક મોટરસાઇકલ સવાર યુવક પસાર થઈ રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવતી બોલેરો ગાડીના ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા બાઈક સાથે રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ફંગોળાયેલા યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.જયારે બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી.જોકે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઉપરોકત બનાવ સંદર્ભે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
લીમખેડાના વટેડા ગામે હાઈવે માર્ગ પર કારનું ટાયર ફાટતાં ગાડી પલટી ખાઈ ગઈ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વટેડા ગામેથી પસાર થતાં હાઈવે માર્ગ પર એક અલ્ટો ફોર વ્હીલર ગાડીનું ટાયર ફાટતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી જેને પગલે અંદર સવાર મહિલાને શરીરે ઈજાઓ પહોંચી હતી જ્યારે ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. અમદાવાદના નરોડા ખાતે રહેતાં ૫૫ વર્ષીય નરેન્દ્રસિંહ વિજયપ્રતાપસિંહ રાજપુત અને તેમની સાથે મંજુબેન એમ બંન્ને જણા ગત તા.૧૮મી ઓગષ્ટના રોજ પોતાના કબજાની અલ્ટો ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વટેડા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન બપોરના ત્રણેક વાગ્યાના આસપાસ અલ્ટો ફોર વ્હીલર ગાડીનું ટાયર ફાટતાં ટાયર એક્સલમાંથી ટુટી ગયું હતું અને જાેતજાેતામાં અલ્ટો ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી જેને પગલે મંજુબેનને હાથના ભાગે ફેક્ચર થયું હતું.