Dakshin Gujarat

ચાસા ગામ પાસે હાઈવા ટ્રક સાથે અકસ્માત સર્જાતા ચીખલીના મોટર સાયકલ સવારનું મોત

ઘેજ: (Dhej) ચાસા ગામે હાઈવા ટ્રક સાથે અકસ્માત (Accident) સર્જાતા મોટર સાયકલ (Motorcycle) સવારનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી પિન્ટુભાઈ મધુભાઈ પટેલ (રહે.રેઠવાણીયા આંબાવાડી ફળીયા તા.ચીખલી) નો મોટો ભાઈ સંજય માધુભાઈ પટેલ રવિવારની સવારના પોણા આઠેક વાગ્યાના સમય દરમ્યાન પોતાની સ્પ્લેન્ડર મો.સા.નં-જીજે-૫-એએલ-૧૯૨૩ લઈને દેગામથી સાદડવેલ જઇ રહ્યો હતો. દરમ્યાન ચાસા શિવ શક્તિ ક્વોરી સામે એક ટાટા હાઈવા ટ્રક નં. ડીડી-૧-કે-૯૧૮૬ ના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્પ્લેન્ડર મોટર સાયકલ સવાર સંજય પટેલને અડફટે લેતા જેને શરીરે ઈજાઓ થતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવમાં પોલીસે હાઈવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ સમીર જે.કડીવાલા કરી રહ્યા છે.

વાવ એસઆરપીએફ ગ્રુપ 11 માં એમ્બ્યુલન્સ પર ડ્રાઈવર તરીકે નોકરી કરતા આધેડ નોકરી પર જતાં મોપેડ પરથી પડી જતાં મોત
કામરેજ: વાવ એસઆરપીએફ ગ્રુપ 11 એમ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા પોલીસ કર્મીનુ એકટીવા પરથી પડી જતાં મોત નીપજયુ હતુ. મુળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઝાંઝમેર ગામના વતની અને હાલ કામરેજના વાવ ગામે નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલા એસઆરપીએફ ગ્રુપ 11 માં બ્લોક નંબર 14 રૂમ 194માં રહીને એમ્બ્યુલેન્સ પર ડ્રાઈવર તરીકે નોકરી કરતા રામભાઈ નાનજીભાઈ ડાંગર(ઉ.વ.55) પોતાની હોન્ડા એકટીવા નંબર જીજે 05 જીપી 5007 લઈને સવારના 5.30 કલાકે નવા પોલીસ કર્મચારીઓની ટ્રેનીંગ ચાલતી હોવાથી કેમ્પમાં એમ.ટી શાખામાં પડેલી એમ્બ્યુલન્સ લેવા માટે જતાં કેમ્પમાં આવેલી ઘંટી પાસે એકટીવા પર થી અચાનક પડી જતાં બેભાન થઈ ગયા હતા. એમ્બ્યુલન્સમાં સારવાર માટે કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top