National

બિહારના મોતીહારી: ગંડક નદીમાં હોડી પલટી જતા 22 લોકો ડૂબ્યા, 6 મૃતદેહો મળ્યા

બિહારના (Bihar) મોતિહારી જિલ્લામાં રવિવારે બૂઢી ગંડક નદીમાં (River) હોડી ઊંધી વળતા (The boat capsized) 22 લોકો ડૂબ્યાં હોવાના સમાચાર છે. 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. એક બાળકીનું મોત નિપજ્યું છે જ્યારે 1 મહિલા સહિત 5 લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે સવારે લગભગ 11 વાગ્યે દૂર્ઘટના પછી સિકરહના ઘાટ પર ભારે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોની ભીડ મોટી સંખ્યામાં ભેગી થઈ ગઈ છે. રેસ્ક્યૂમાં સ્થાનિક તરવૈયાઓ સહિત NDRFની ટીમ બચાવકાર્યમાં લાગી ગઈ છે.

આ દુર્ઘટના શિકારગંજ પોલીસ મથક હદના ગોઢિયા ગામમાં ઘટી હતી. હોડી પલટી જવાથી 22 લોકો ડૂબી ગયા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે હોડીમાં 20થી 25 લોકો સવાર હતા. મોઢિયા ગામમાં અચાનક હોડી પલટી જતા અફરાતફરી મચી ગઈ. મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસનના અધિકારીઓ પહોંચી ગયા છે. સ્થાનિકો પણ ભેગા થયા છે. 

પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ ગુમ થયેલા લોકોની તપાસમાં લાગી ગઈ છે. અનેક પ્રશાસનિક પદાધિકારી સહિત પોલીસ દળના જવાન ઘટનાસ્થળે હાજર છે. સાથે જ સ્થાનિક ગ્રામીણ સહિત અન્ય લોકો રાહત તેમજ બચાવ કાર્યમાં લાગી ગયા છે. પ્રશાસનના જણાવ્યા મુજબ હોડી ડૂબવાનું કારણ શોધવામાં આવી રહ્યું છે. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.

Most Popular

To Top