લોકસભા ચૂંટણી (Loksabha Election) 2024 પહેલા કોંગ્રેસ (Congress) અને તેના સાથી પક્ષોને સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પક્ષોના નેતાઓમાં ગભરાટ છે અને ઘણા ભાજપ સહિત વિવિધ પક્ષોમાં જોડાયા છે. હવે બિહારમાં પણ મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. અહીં આરજેડીના 1 અને કોંગ્રેસના 2 ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.
બિહારમાં સરકાર બદલાયા બાદ પણ રાજકીય ‘ગેમ’ ચાલુ છે. આ ક્રમમાં મંગળવારે રાજ્ય વિધાનસભામાં એક મોટી ઘટના બની હતી. વાસ્તવમાં મહાગઠબંધનના ત્રણ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો હતો. આ ઘટનાક્રમમાં કોંગ્રેસને બેવડો ફટકો પડ્યો છે. બીજી તરફ મહાગઠબંધનની તાકાત અંગે જનવિશ્વાસ યાત્રા પર નીકળેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની પાર્ટી આરજેડીનો દાવાના હવા નિકળતી દેખાઈ રહી છે.
બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના કુલ 3 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો મુરારી ગૌતમ અને સિદ્ધાર્થ અને આરજેડી ધારાસભ્ય સંગીતા કુમારી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યોના પક્ષપલટા બાદ બિહાર વિધાનસભામાં નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન સરકાર વધુ મજબૂત બની છે.