નવી દિલ્હી: બિહારના (Bihar) પટનામાંથી (Patna) એક એવી ધટના સામે આવી છે કે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જાણકારી મુજબ પટનામાં રેતી ખનન વિભાગની એક મહિલા અધિકારી પર બદમાશોએ હુમલો (Attack) કર્યો હતો તેમજ તેને ભગાવી ભગાવીને મારવામાં પણ આવી હતી. રસ્તામાં પડી જવા છતા માફિયાઓએ મહિલા પર દયા ન બતાવતા તને ધસડી હતી અને માર માર્યો હતો.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પટનામાં રેતી ખનન માફિયાઓના આતંકે હદ વટાવી હતી. તેઓ સરકારી અધિકારી તેમજ પોલીસને દોડાવી દોડાવીને મારી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે જાણકારી મળી આવી છે કે રેતી ખનનની એક મહિલા અધિકારીને આ માફિયાઓએ દોડાવી દોડાવીને મારી હતી. મહિલા દોડતા દોડતા થાકી ગઈ અને તે રસ્તા પર જ પડી ગઈ હતી. રસ્તા પર પડી જતા પણ માફિયાઓએ મહિલા પર દયા બતાવી ન હતી અને તેને ક્રુરતા પૂર્વક રસ્તા પર ઘસેડી હતી અને માર માર્યો હતો. આ ધટના સામે આવતા જ હડકંપ મચી ગઈ છે. પટના પશ્ચિમના સિટી એસપી પણ ઘણા પોલીસ સ્ટેશનના પોલીસ અઘિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જાણકારી મળી આવી છે કે બિહટા પોલીસ સ્ટેશનના પારેવમાં રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા પહોંચેલી પોલીસ અને ખાણ વિભાગની ટીમ પર લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પટનાની મહિલા ખાણ નિરીક્ષક અને અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જાણકારી મળી આવી છે કે ખાણ વિભાગની મહિલા નિરીક્ષક ટીમ સાથે ઓવરલોડ રેતી ભરેલા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ જ ટ્રક ચાલકો અને સ્થાનિક રેતી માફિયાઓએ ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો. દાનાપુરના એએસપીએ જણાવ્યું કે ખાણ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ કિસ્સામાં 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે.