Charchapatra

બિહારનાં ચૂંટણી પરિણામો: વિપક્ષ સમજશે?

હાલ થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જનતાદળ યુનાઈટેડ અને અન્ય નાના પક્ષોનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ મહા ગઠ (?) બંધનને પ્રચંડ હાર આપી ભવ્ય વિજય મેળવીને સત્તા પર આવ્યું અને વિપક્ષી દાવાઓ ખોટા પડ્યા અને અમિત શાહનો બેઠકો બાબતોનો દાવો સાચો પડ્યો અને વ્યૂહરચનાકાર ફુલ્લી ફેઈલ થયા અને જ્ઞાતી ગત તથા ધર્મો આધારિત સમીકરણો પણ તૂટી ગયા. તેમાં મોદીજી અને નિતીશનું જોડાણ તથા ચૂંટણીની જાહેરાત પૂર્વે મહિલાઓને સ્વતંત્ર ધંધા શરૂ કરવા અપાયેલી પ્રારંભિક ₹૧૦ હજારની મદદ એક કારણ જરૂર હોઈ શકે પણ મુખ્ય કારણ તો નહીં જ.

પણ કોંગ્રેસ પર નાગચૂડ જમાવી બેઠેલા ગાંધી અને વાડ્રા પરિવારનાં વારંવાર થતા ગળે નહીં ઉતરતા નિવેદનો અને મતદાર યાદી સુધારણા અને ગેરકાયદે રહેતા બિન ભારતીયોની યાદીમાંથી બાદબાકી, જેના મતો પર વિપક્ષ મુસ્તાક હતો તેની સામે ઝુંબેશ ચલાવી લોકોમાં વધુ અળખામણા થયા. આમ વિપક્ષી નેતાગીરી અને મુખ્યત્વે ગાંધી પરિવારના લગભગ કાયમ જ નિવેદનો પોતાના જ પક્ષનાં મતદારોને જ નહીં પણ ગણ્યાગાંઠા સમજુ આગેવાનો ને પણ હાલનાં શાસક ગઠબંધન તરફ રીતસર ધકેલનારા હંમેશા નીવડતા આવ્યા છે તેમ આ વખતે પણ નીવડ્યા છે.

લોકશાહીની જવાબદારી ફક્ત શાસક પક્ષની નહીં હોઈ શકે. વિપક્ષની પણ એટલી જ હોય. પાયા વિહિન વાતો કરી નાના ફોલ્ડર ને બંધારણ તરીકે બતાવી, કે જે બંધારણ માં પોતાના શાસન વખતે મનસ્વી સગવડિયા ફેરફારો કર્યા હતા તે સગવડ પૂર્વક ભૂલી જઈ તેને (હકીકત માં પોતે કરેલા અયોગ્ય ફેરફારોને) બચાવવા બિનલોકશાહી માર્ગ અપનાવવા પોતાને માટે હજુ વધારે નુકસાનકર્તા નીવડશે જ.
નાનપુરા, સુરત -પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top