નવી દિલ્હી: બોલિવૂડમાં (Bollywood) ધણાં સ્ટાર્સ (Stars) પોતાના બાળકોને લાઈમલાઈટથી (Limelight) દૂર રાખવા માગે છે તો બીજી તરફ ધણાં સ્ટાર્સ પોતાના બાળકોને ચર્ચામાં રાખે છે. એશ્વર્યા અને અભિષેક બચ્ચનની લાડકી ધણીવાર ચર્ચામાં આવે છે. છેલ્લાં કેટલાય સમયથી તે ઈવેન્ટ અને પાર્ટીઓમાં તેની માતા અને પરિવાર તેમજ ફ્રેન્ડસ સાથે જોવા મળે છે. જો કે આમા ખાસ તે તેના લૂકના કારણે ચર્ચામાં આવે છે. ત્યારે હવે આરાધ્યાએ એક યૂ ટ્યૂબ ચેનલ સામે FIR નોંધાવી છે. તેમજ આ અંગે તેણે સીધો હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને આ અંગે કેસની સુનાવણી 20 એપ્રિલના રોજ થવા જઈ રહી છે.
આરાધ્યા બચ્ચને ફેક ન્યૂઝ અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ બતાવવા બદલ યુટ્યુબ ચેનલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ચેનલ પર આરાધ્યાના જીવન અને સ્વાસ્થ્ય વિશે ખોટા સમાચાર આપવાનો આરોપ છે. યુટ્યુબ ચેનલ પર ટેબ્લોઈડ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આરાધ્યા હજુ 11 વર્ષની એટલે કે માઈનોર હોવાના કારણે તેણે અરજીમાં ચેનલ અને મીડિયા દ્વારા તેના વિશેના આવા અહેવાલો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ આરાધ્યા બચ્ચનની અરજી પર ગુરુવારે 20 એપ્રિલે સુનાવણી કરશે. જો કે આ કેસ અંગે બચ્ચન પરિવાર તરફથી કોઈ રિએકશન સામે આવ્યુ નથી.
આરાધ્યા બચ્ચન મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ઘણીવાર તેના ફેન પેજ મિત્રો સાથે તેમના ફોટા શેર કરે છે. ઘણા ચાહકો આરાધ્યાની સ્ટાઈલની સરખામણી તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ કરે છે. આરાધ્યાનો એક વીડિયો ચર્ચામાં આવ્યો હતો જેમાં તે હિન્દી કવિતા સંભળાવતી જોવા મળી હતી. આરાધ્યા આ વીડિયોમાં કહેતી જોવા મળી હતી કે જો તમારે હિન્દી ભાષા શીખવી હોય તો કવિતાથી તમે શરૂઆત કરી શકો છો. આરાધ્યાના આ વીડિયોને ઘણા ચાહકોએ પસંદ કર્યો છે.