નવી દિલ્હી(NewDelhi): ભારતીય ટેનિસ પ્લેયર (TennisPlayer) સુમિત નાગલેએ (SumitNagal) ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં (Australian Open 2024) મોટો અપસેટ સર્જયો છે. 1989 પછી પહેલીવાર કોઈ ભારતીય ખેલાડીએ પોતાનાથી વધુ રેન્ક ધરાવતા ખેલાડીને હરાવ્યો છે. આ સિદ્ધિ સુમિત નાગલેએ મેળવી છે.
ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી સુમિત નાગલે ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા જ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટુર્નામેન્ટમાં 31મો સીડ એલેક્ઝાન્ડર બુબ્લિકને હરાવ્યો હતો. નાગલ શરૂઆતથી જ બે સેટમાં આગળ હત, પરંતુ ત્રીજા રાઉન્ડમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને બુબલિકને હરાવ્યો. સુમિત નાગલે આ મેચ 6-4, 6-2, 7-6(5)થી જીતી લીધી હતી. 35 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ભારતીય પુરુષ ટેનિસ ખેલાડીએ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમમાં કોઈ ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો હોય. સુમિત નાગલની ATP રેન્કિંગ 137 છે.
સુમિત નાગલેએ આજે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનાથી વધુ રેન્ક ધરાવતા એલેક્ઝાન્ડર બુબ્લિકને હરાવવા સાથે અનેક રેકોર્ડ બનાવ્યા છે. મેન્સ સિંગલ્સમાં નાગલેએ વર્લ્ડ 27 રેન્ક ધરાવતા એલેક્ઝાન્ડર બુબ્લિકને હરાવ્યો છે. આ સાથે જ સુમિત નાગલેએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
નાગલેએ આ મેચ સીધા સેટમાં 6-4, 6-2 અને 7-6થી જીતી લીધી છે. હવે સુમિત નાગલે બીજા રાઉન્ડમાં મેકેન્ઝી મેક્ડોનાલ્ડ અને શેંગ જુનચેંગ સામે રમશે.
જણાવી દઈએ કે ગયા વર્ષે સુમિત નાગલ ઈજાઓની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. તેના લીધે ટોચના 500 રેન્કના ખેલાડીઓની યાદીમાંથી તે બહાર થયો હતો. ત્યાર બાદ પોતાનો 122મો રેન્ક હાંસલ કરવા નાગલેએ ક્વાલિફાઈંગ ગેમ્સમાં તેને સારું પર્ફોમન્સ દર્શાવ્યું હતું અને એક પણ સેટ ગુમાવ્યો નહોતો.
નાગલ 2013 પછી સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી છે. સોમદેવ દેવબર્મને 2013માં બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. 1989 પછી પ્રથમ વખત કોઈ ભારતીય ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ મેચમાં કોઈ સીડ ધરાવતા ખેલાડીને હરાવ્યો છે. રમેશ કૃષ્ણને 1989માં આ સિદ્ધી મેળવી હતી. ત્યારબાદ તેણે બીજા રાઉન્ડમાં સ્વીડનના મેટ્સ વિલેન્ડરને હરાવ્યો હતો. વિલાન્ડર ત્યારે ટેનિસ રેન્કિંગમાં વિશ્વનો ટોચનો ખેલાડી હતો.
સુમીતે બીજી વખત ગ્રાન્ડ સ્લેમનો મુખ્ય રાઉન્ડ જીત્યો છે. અગાઉ 2020 યુએસ ઓપનમાં તે મુખ્ય ડ્રોમાં એક મેચ જીતવામાં સફળ રહ્યો હતો. તેણે ટેનિસ રેન્કિંગમાં ટોપ 100માં સ્થાન મેળવનાર ખેલાડીને સાતમી વખત હરાવ્યો છે. વિરોધી ખેલાડીની રેન્કિંગના સંદર્ભમાં સુમિતની આ બીજી મોટી જીત છે.