Sports

ઈન્જર્ડ હાર્દિક પંડ્યા અંગે મોટું અપડેટ, આ મેચ પહેલાં રમે તેવી શક્યતા ઓછી

નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023માં (ICCOODIWORLDCUP2023) 20 વર્ષ બાદ ઈંગ્લેન્ડને (England) હરાવી ભારતીય ક્રિકેટ ટીમે (IndianCricketTeam) ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ટુર્નામેન્ટમાં તમાંમ 6 મેચ જીતી ભારતીય ટીમ ટેબલ પોઈન્ટ પર 12 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગઈ છે. સફળતાના આનંદ વચ્ચે ભારતીય ટીમ મેનેજમેન્ટને હાર્દિક પંડ્યાની (HardikPandya) ઈજાની (Injured) ચિંતા સતાવી રહી છે. હવે ઓલરાઉન્ડર વાઈસ કેપ્ટનની ઈન્જરી અંગે મોટું અપડેટ બહાર આવ્યું છે.

પુણેમાં (Pune) બાંગ્લાદેશ (Bangladesh) સામેની મેચમાં બોલિંગ કરતી વખતે પગમાં હાર્દિક પંડ્યાને ઈજા થઈ હતી. પરંતુ ત્યાર બાદ મેડિકલ તપાસ કરતા હાર્દિકની પગની ઘૂંટીમાં ઈજા થઈ હોવાનું બહાર આવ્યું હતું. તે રમી શકે તેમ નહીં હોય હાર્દિક પંડ્યાને ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની અતિ મહત્ત્વની બે મેચોમાં રમાડવામાં આવ્યો નથી.

હાલ 30 વર્ષીય હાર્દિક પંડ્યાની બેંગ્લુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર ચાલી રહી છે. તે સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ હાલમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગતી નથી. વળી, ટીમ સતત જીતી રહી હોય હાર્દિકને નહીં રમાડવાનું જોખમ લેવું પોષાય તેમ હોવાથી એવું જાણવા મળ્યું છે કે હાર્દિક સેમિફાઈનલ (SemiFinal) પહેલાં નહીં રમે.

હાર્દિક પંડ્યા એનસીએમાં (NCA) બે નેટ સેશનમાં પ્રેક્ટિસ કરી ચૂક્યો છે. તે બીસીસીઆઈની (BCCI) તબીબી ટીમની સતત નિગરાની હેઠળ છે અને તેની તબિયત સારી લાગી રહી છે. જોકે, ટીમ મેનેજમેન્ટ કોઈ રિસ્ક લેવા માંગતા ન હોય અને હાર્દિકને મોટી મેચો માટે બચાવવા માંગતી હોય તેમ લાગી રહ્યું છે. તેથી જ પંડ્યા ટીમમાં ક્યારે પરત ફરશે તેની કોઈ ચોક્કસ તારીખ જાહેર થઈ નથી. હાલમાં ભારતીય ટીમનું સેમિફાઈનલમાં સ્થાન નિશ્ચિત થઈ ગયું હોય ટીમ મેનેજમેન્ટ હાર્દિકને સીધો સેમિફાઈનલમાં જ મેદાનમાં ઉતારે તેવી શક્યતા જોવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે સેમિફાઈનલ પહેલાં લીગ તબક્કામાં ભારતીય ટીમે હજુ ત્રણ મેચ રમવાની બાકી છે, જેમાં મુંબઈમાં શ્રીલંકા વિરુદ્ધ, કોલકત્તામાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અને બેંગ્લુરુમાં નેધરલેન્ડ વિરુદ્ધ મેચ છે.

આ ત્રણ મેચ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યા પર મુસાફરીનો બોજ નાંખવા માંગતું નથી તેમ જાણવા મળ્યું છે. હાર્દિક પહેલાંથી જ બેંગ્લુરુમાં છે અને ત્યાં જ ટીમ સાથે ફરીથી જોડાઈ શકે છે. બેંગ્લુરુમાં નેધરલેન્ડ સામેની મેચમાં તે રમે છે કે નહીં તે કહી શકાય નહીં. પરંતુ હાલ હાર્દિક પર પ્રવાસનો બોજો ટીમ મેનેજમેન્ટ નાંખશે નહીં તેવું લાગી રહ્યું છે.

ઈંગ્લેન્ડ સામેની મેચ બાદ ભારતીય બોલિંગ કોચ પારસ મહામ્બ્રેએ કહ્યું કે, મેડીકલ ટીમ પંડ્યાની ઈન્જરી પર દેખરેખ રાખી રહી છે. ખરેખર તે મામલે બોલવા માટે મારી પાસે કશું જ નથી. બીસીસીઆઈની મેડીકલ ટીમ એનસીએ સાથે સંપર્કમાં છે. એકાદ બે દિવસમાં ટીમ મેનેજમેન્ટને હાર્દિક પંડ્યાના હેલ્થ અપડેટ મળે તેવી શક્યતા છે. અત્યારે કશું કહી શકાય નહીં.

Most Popular

To Top