National

IAFને મળી મોટી સફળતા, કારગિલમાં સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું પ્રથમ વખત સફળ લેન્ડિંગ

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાને (Indian Air Force) મોટી સફળતા મળી છે. વાસ્તવમાં એરફોર્સે પોતાના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને રાત્રે કારગિલ એરસ્ટ્રીપ (Kargil Airstrip) પર લેન્ડ કરવામાં સફળતા મેળવી છે. આ દરમિયાન વાયુસેનાના ગરુડ કમાન્ડોને પણ સુપર હરક્યુલસ એરક્રાફ્ટમાં કારગીલ મોકલવામાં આવ્યા હતા. આ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ હતો કે કટોકટીની સ્થિતિમાં તેમને શક્ય તેટલી ઝડપથી આગળ કેવી રીતે તૈનાત કરી શકાય. ગરુડ કમાન્ડો ફોર્સ એ એરફોર્સનું વિશેષ દળ છે. વાયુસેનાએ લેન્ડિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે.

આ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ હતો કે કટોકટીની સ્થિતિમાં તેમને શક્ય તેટલી ઝડપથી આગળ કેવી રીતે તૈનાત કરી શકાય. ગરુડ કમાન્ડો ફોર્સ એ એરફોર્સનું વિશેષ દળ છે. વાયુસેનાએ લેન્ડિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મુશ્કેલ ઊંચાઈની સ્થિતિમાં એરક્રાફ્ટનું લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે. આવી સ્થિતિમાં કારગિલ જેવા ઊંચા પહાડી વિસ્તારમાં સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ એક મોટી સફળતા છે.

મુશ્કેલ ઊંચાઈની સ્થિતિમાં એરક્રાફ્ટનું લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે. આવી સ્થિતિમાં કારગિલ જેવા ઊંચા પહાડી વિસ્તારમાં સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ એક મોટી સફળતા છે. આ પહેલા એરફોર્સના પાયલટોએ ઉત્તરાખંડના ધારસુ ખાતે સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ લેન્ડિંગ પડકારજનક હવામાનમાં કરવામાં આવ્યું હતું. ધારસુમાં જ્યાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તે જગ્યા 3000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.

અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની દ્વારા ઉત્પાદિત C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ એક પરિવહન વિમાન છે, જે વાયુસેનાના 12મા ફ્લીટનો ભાગ છે. તેમને વર્ષ 2011માં એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top