National

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર મોટો ખુલાસો: 200 હિંદુને મારવા આતંકીઓએ અહી બનાવ્યો હતો પ્લાન

જમ્મુ(Jammu): કાશ્મીર(Kashmir)માં એક પછી એક હિંદુ(Hindu)ઓની હત્યા(Murder)ની ઘટના સામે આવી રહી છે. માત્ર મે મહિનાની વાત કરીએ તો આ એક મહિનામાં 8 હિંદુની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ જુન મહિનાની શરૂઆતમાં 2 લોકોની હત્યા કરવામાં આવી. આ ટાર્ગેટ કિલિંગ(Target Killing)માં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, ટાર્ગેટની પ્લાનિંગ તો એક વર્ષ પહેલા જ થઈ ગઈ હતી. વર્ષ 2021માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે Pokમાં આ ષડયંત્ર રચાયું હતું.

  • ISIના ઓફિસરો અને અલગ-અલગ આતંકી સંગઠનોની મીટીંગ
  • આતંકીઓએ 26 દિવસમાં 10 લોકોને નિશાન બનાવ્યા
  • કાશ્મીરી પંડિતો ડરના કારણે કાશ્મીર છોડી રહ્યા છે

આ દરમિયાન જેની હત્યા કરવાની છે તેવા 200 હિંદુઓની લીસ્ટ તૈયાર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ પ્લાનિંગ મુઝફ્ફરાબાદમાં કરવામાં આવી હતી. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં મુઝફ્ફરાબાદમાં એક મીટીંગ મળી હતી. આ મીટીંગ ISIના ઓફિસરો અને અલગ-અલગ આતંકી સંગઠનો જોડાયા હતા. આઈએસઆઈના આતંકવાદી સંગઠનો સાથે યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે અલગ-અલગ અને નવા નામો સાથે આતંકવાદી જૂથો બનાવવામાં આવશે જે કિલિંગની જવાબદારી લેશે.

સરકારના કર્મચારીઓને નિશાન બનાવવાનું ષડયંત્ર
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કાશ્મીરી પંડિતો, સુરક્ષાકર્મીઓ, RSR અને BJPના સ્થાનિક નેતાઓ, કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિશાન બનાવવામાં આવશે. આઈએસઆઈએ આતંકવાદી સંગઠનો સાથે મળીને ટાર્ગેટ કિલિંગ માટે 200 લોકોની યાદી તૈયાર કરી હતી, જેમને નિશાન બનાવવાના હતા. હવે એક વર્ષ બાદ ISIની યોજના હોબાળો મચાવી રહી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં, કાશ્મીરી પંડિતો અને બહારથી કામ કરતા લોકો પર ઘાતક હુમલા થાય છે. છેલ્લા કેટલાક સમયથી આ હુમલા હવે વધુ ગયા છે. જેના કારણે ભયનાં ઓથા હેઠળ જીવી રહેલા હિંદુઓએ કાશ્મીરમાંથી પલાયન શરુ કર્યું છે. તેઓનું કહેવું છે કે તેઓ અહી સુરક્ષિત નથી.

Most Popular

To Top