રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ હત્યા(Murder) કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ઉદયપુરમાં 28 જૂને રિયાઝ અને ગૌસ મોહમ્મદે દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. ઘટના બાદ બંને હત્યારાઓએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે તેઓ ઈસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા છે. આ કેસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તા(Pakistan)ની હેન્ડલર્સ હત્યાના આરોપી રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદનું બ્રેઈનવોશ કરી રહ્યા હતા. તેઓ ભારતમાં મોટી ઘટનાઓને સતત ઉશ્કેરતા હતા. આટલું જ નહીં નુપુર શર્માના નિવેદન બાદ પાકિસ્તાની હેન્ડલરોએ રિયાઝ અને ગૌસને કહ્યું હતું કે ભારતમાં એવો વિસ્ફોટ કરો કે આખો દેશ હચમચી જાય.
દેશમાં મોટો ધમાકો કરવા માટે ઉશ્કેરવામાં આવતા હતા
હાલ NIAએ ઉદયપુર હત્યા કેસમાં તપાસ શરૂ કરી છે. આજે NIAની ટીમ બંને આરોપીઓને જયપુર કોર્ટમાં રજૂ કરશે. ગુપ્તચર વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હેન્ડલર સલમાન હૈદર અને અબુ ઈબ્રાહિમે કન્હૈયાલાલના હત્યારા રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદનું બ્રેઈનવોશ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, જ્યારથી નુપુર શર્માનું નિવેદન સામે આવ્યું છે, ત્યારથી બંનેને દેશમાં મોટો ધમાકો કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા હતા. બંને આરોપી આરડીએક્સના જુગાડમાં રોકાયેલા હતા ગુપ્તચર વિભાગના સૂત્રોનું કહેવું છે કે જ્યારે પણ બંને આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર સાથે વાત કરતા ત્યારે તે તેમને ઈસ્લામ માટે કંઈક મોટું કરવા માટે ઉશ્કેરતા હતા. આ બંને આરોપીઓ બોમ્બ બ્લાસ્ટ માટે આરડીએક્સના જુગાડમાં પણ રોકાયેલા હતા. જો કે, હવે NIA આ કેસની તપાસ શરૂ કરશે, ત્યાર બાદ જ આખો મામલો બહાર આવશે.
હવે કેસની તપાસ NIA કરશે
તમને જણાવી દઈએ કે કન્હૈયાલાલ હત્યા કેસના આરોપી રિયાઝ અને ગૌસ મોહમ્મદ અજમેરની હાઈ સિક્યોરિટી જેલમાં બંધ છે. શુક્રવારે NIAએ બંનેને કસ્ટડીમાં લીધા હતા. NIA કડક સુરક્ષા હેઠળ બંનેને લઈને જયપુર પહોંચી રહી છે. તેને અહીંની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સાથે બંનેની પૂછપરછ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
હત્યાના સતત ચોથા દિવસે ઈન્ટરનેટ બંધ
ઉદયપુર હત્યાકાંડ બાદ શહેરમાં ચોથા દિવસે શુક્રવારે પણ ઇન્ટરનેટ બંધ રહેશે. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે ઉદયપુરમાં શુક્રવારે સાંજે 5.30 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રહેશે. આ સિવાય જયપુર, અલવર અને દૌસામાં પણ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ સર્વ હિન્દુ સમાજે ઉદયપુર હત્યાકાંડના વિરોધમાં 3 જુલાઈએ જયપુરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.