આવતી કાલે તા. 1 જૂનથી કેટલાક નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે . UPI, PF થી લઈ LPG સિલિન્ડરના ભાવમાં મોટા ફેરબદલ જોવા મળશે. જે તમારા ગજવા પર સીધી અને ઊંડી અસર પહોંચાડી શકે છે. આ ફેરફાર સાથે કેટલાક લાભ અને સુવિધાઓ પણ મળી શકે છે .
જાણો ક્યા છે આ 8 મોટા ફેરફાર
1- EPFO 3.0 રોલ આઉટઃ સરકાર EPFOનું નવું વર્ઝન EPFO3.0 લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેની શરૂઆત જૂન મહિનામાં થઈ શકે છે. આ નવા લોન્ચ પછી તમે તમારા પીએફ ક્લેમ સહેલાઇથી કરી શકશો. ઉપરાંત તમે ATM અને UPIથી પૈસા ઉપાડી શકશો. આ EPFO 3.0થી દેશના લગભગ 9કરોડ જેટલા પીએફધારકોને લાભ થશે.
2 આધાર હવે મફતમાં અપડેટ નહીં થાય : આધાર કાર્ડની સુવિધામાં પણ એક ફેરફાર થવા જઈ રહ્યો છે. UIDAIએ મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા આપી હતી, જેની અંતિમ તારીખ 14જૂન 2025 છે. આ તારીખ પછી આધાર અપડેટ માટે આધાર ધારકોએ 50 રૂપિયાન રકમ ચૂકવી પડશે.
3. ક્રેડિટ કાર્ડ ચાર્જમાં વધારોઃ ત્રીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડના ચાર્જમાં થવા જઈ રહ્યો છે. કોટક મહિન્દ્રા બેન્કનું ક્રેડિટ કાર્ડ યુઝ કરનારા કાર્ડ ધારકોને તા. 1 જૂનથી મોટો ઝટકો લાગી શકે છે. આ બેંકના ક્રેડિટ કાર્ડ યુઝર્સનું ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન (Auto Debit Transaction) ફેઈલ થાય તો બેંક 2% ચાર્જ વસૂલશે. આ ચાર્જ ઓછામાં ઓછા 450 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા સુધીનો હોય શકે છે.
4 CNG -PNG અને ATFની કીમતોમાં ફેરફારઃ તા. 1જૂન 2025થી CNG-LPG અને ATFની કિમતમાં ફેરફાર થઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપની દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડર સાથે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF PRICE)ના ભાવમાં સુધારો કરે છે. મે માહિનામાં તેની કિમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જૂન મહિનાની શરૂઆતમાં પણ તેમાં ફેરફાર જોવા મળી શકે છે.
5. LPG સિલિન્ડરના ભાવ બદલાવાની સંભાવનાઃ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિમતમાં ફેરફાર થતો હોય છે. આ ફેરફાર જૂન માહિનાની 1લી તારીખે પણ થઈ શકે છે. ગત મે મહિનાની શરૂઆતમાં ઓઈલ માર્કેટિંગ કંપની દ્વારા 14 કિ.ગ્રા ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત રાખ્યાં હતા તેની સામે 19 કિ.ગ્રા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિમતમાં 17રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો.
6. FD વ્યાજ દરમાં ઘટાડોઃ 1જૂન 2025થી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર થઈ શકે છે. કારણકે રિઝર્વ બેંકે રિપો રેટમાં ઘટાડો કર્યો હતો, આગળ પણ તેમાં વધું ઘટાડો થવાની શક્યતા છે. દાખલા તરીકે , સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકે 5વર્ષ ની એફડી પરનો 8.6% વ્યાજ દર ઘટાડી 8% કર્યો હતો.
7. મ્યૂચુઅલ ફંડ અને નવો કટ-ઓફ સમયઃ SEBI દ્વારા ઓવરનાઇટ મ્યૂચુઅલ ફંડ યોજનાઓ માટે નવો કટ- ઓફ સમય લાગુ કરાયો હતો. આ નિયમ 1જૂન થી ઓફલાઇન વ્યવહારો માટે બપોરે 3 વાગ્યાથી અને ઓનલાઈન વ્યવહારો માટે સાંજે 7 વાગ્યાથી અમલમાં આવશે.
8.UPI ચુકવણીમાં અવશ્યક નામ ચકાસણીઃ UPIને લઈ NPCI દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત UPIની ચુકવણી કરતી વખતે યુઝર્સ હવે અસલી લાભાર્થી એટલે કે રિસિવરનું બેંકિંગ નામ જોઈ શકશે . QR CORD અથવા સંપાદિત કરેલું નામ હવે દેખાશે નહીં . આ નિયમ 30જૂન 2025 સુધીમાં તમામ UPI એપ્સ પર લાગુ થઈ શકે છે .