Gujarat

ભાવનગરની 233 ખાનગી શાળાને ફી પરત ચુકવણી સહાય યોજના હેઠળ આવરી લેવાઇ

ગાંધીનગર : રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળામાં (School) અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની (Student) ફી (Fees) પરત ચુકવણી સહાય યોજના હેઠળ આર.ટી.ઈ.ના (RTI) કાયદા મુજબ અથવા ખાનગી પ્રાથમિક શાળા ફી રેગ્યુલશન કમિટી દ્વારા નકકી કરવામાં આવેલી વિદ્યાર્થીદીઠ વાસ્તવિક ફી બેમાંથી જે ઓછુ હોય તે મુજબ ચૂકવવામાં આવે છે.

વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતુ કે, વર્ષ ૨૦૨૨-૨૩ માં ભાવનગર જિલ્લામાં ૬૧૮૫ તેમજ ભાવનગર શહેરમાં ૮૩૯૨ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

કેટલી ખાનગી શાળાઓના કેટલા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે તેમજ કેટલી સહાય ચૂકવવામાં આવી છે તે અંગેની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ૨૩૩ શાળામાં ૧૬૫૭૫ વિદ્યાર્થીને રૂપિયા ૧૫.૫૩ કરોડની સહાય ચૂકવણી કરવામાં આવી છે.

Most Popular

To Top