ભાવનગર: ભાવનગરના (Bhavnagar) તળાજામાં શુક્રવારે (Friday) દિવસે બાઈક (Bike) પર જઈ રહેલા પિતા-પુત્રને (Father-Son) આંતરી અજાણ્યા શખ્સોએ ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Firing) કરતા પુત્રનું મોત (Death) નિપજ્યું છે. જ્યારે પિતાને (Father) સારવાર માટે સર.ટી. હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે. પોલીસે (Police) હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.
તળાજાના દેવલી ગામે રહેતા દેવીપૂજક પિતા-પુત્ર મુકેશભાઇ દેવાભાઇ વાઘેલા અને દેવાભાઇ બચુભાઇ વાઘેલા શુક્રવારે કોઇ કામ અર્થે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે વેળાવદરથી શેત્રુંજી નદીના પુલ વચ્ચે નેશનલ હાઇવે પર બાઇક પર ધસી આવેલા બે શખ્સોએ તેના પર હુમલો કરી પછાડી દીધા હતા. પિતા-પુત્ર બંને જીવ બચાવવા ભાગ્યા હતા અને શેત્રુંજી નદીના પટ બાજુ દોડ્યા હતાં. પરંતુ, હુમલાખોરોએ ફિલ્મી ઢબે પીછો કરી ફાયરિંગ કર્યું હતું અને બાદમાં ફરાર થઈ ગયા હતા.
- મળતી માહિતી મુજબ ગામના જ શખસો દ્વારા જૂની અદાવતમાં આ ફાયરિંગ કરાયુ છે
- હુમલાખોરોએ ફિલ્મી ઢબે પીછો કરી ફાયરિંગ કર્યું હતું અને બાદમાં ફરાર થઈ ગયા
- પિતા તેમજ પુત્રને માથા અને પગના ભાગે ગોળી વાગી હતી જેમાં પુત્રનું ધટના સ્થળે મોત થયું હતું જયારે પિતા સારવાર હેઠળ
- પુત્રના મોત બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું
ફાયરિંગમાં પિતા-પુત્રને માથાના અને પગના ભાગે ગોળીઓ વાગી હતી. ઘટનાના પગલે ગામના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ફાયરિંગની જાણ પોલીસને કરવામાં આવી હતી. ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બન્ને પ્રથમ તળાજા અને બાદમાં વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પુત્ર મુકેશ વાઘેલાનું મોત થયું હતું. જ્યારે પિતાની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાના પગલે સમાજના લોકો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બનાવના પગલે પોલીસના કાફલાએ બનાવ સ્થળે દોડી જઇને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. પુત્રના મોત બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને શોકનો માહોલ છવાયો છે.