Gujarat

અકસ્માતોની ભરમાર: ભાવનગર-અમદાવાદ હાઈવે પર 3 પદયાત્રીના મોત, સુરેન્દ્રનગરમાં બે ના મોત

રાજ્યમાં રવિવારે જુદા જુદા અકસ્માતમાં (Accident) 8 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રવિવારે સુરેન્દ્રનગરના (Surendranagar) પાટડી દસાડા નજીક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ ભાવનગર અમદાવાદ હાઈવે પર પુરપાટ ઝડપે આવતા વાહને 7 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. 3 પદયાત્રીઓના કમકમાટી ભર્યા મોત થયા હતા. પીંપળી-વટામણ હાઈવે કાર અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા.

ભાવનગર-અમદાવાદ હાઈવે પર  ભયંકર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને ખેડા જિલ્લાના વરસોલાથી ભાવનગર જતા પદયાત્રાળુના ગ્રૂપને કચડી નાખ્યો હતો. દુર્ઘટનામાં 3 પદયાત્રીના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

બીજી તરફ પીંપળી-વટામણ હાઈવે પર ભોળાદ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 7 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. ઇકો અને ટ્રેલર વચ્ચે  ભયંકર અકસ્માત  સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે  બ્રિજ પર લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા. થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.  

સુરેન્દ્રનગરના દસાડામાં ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. ગવાણા ગામ પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર વહેલી સવારે ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માત બાદ ટ્રેઈલર અને ડમ્પરમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનું દાઝી જતા મોત નિપજ્યું હતું. બંનેનાં મૃતદેહને પીએમ અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

Most Popular

To Top