Dakshin Gujarat

ભારૂંડી સિંચાઈ પિયત સહકારી મંડળી વિશિષ્ટ કામગીરી બદલ જિલ્લામાં પ્રથમ

સોમવારે સુરત જિલ્લા સહકારી સંઘ ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા બારડોલી ખાતે યોજાઈ હતી, જેમાં પિયત સહકારી મંડળીઓમાં સને ૨૦૨૦-૨૧માં ભારૂંડી સિંચાઈ પિયત સહકારી મંડળીએ વિશિષ્ટ કામગીરી કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા. સોમવારે મંડળીના પ્રમુખ અજિતભાઈ એમ.પટેલને સુરત જિલ્લા સહકારી સંઘના ઉપપ્રમુખ ભરત પટેલ તેમજ સુમુલના ઓલપાડના ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ)ના હસ્તે શાલ ઓઢાડી શ્રેષ્ઠ કામગીરી બદલ શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું.

વધુમાં અજિત પટેલે જણાવ્યું હતું કે, ભારૂંડી સિંચાઈ પિયત સહકારી મંડળી દ્વારા મંડળીના ૨૨૦ જેટલા ખેડૂત સભાસદોની ૧૨૦૦ એકર જમીનમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નિયમિત નહેરોની મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થાના ઉપ પ્રમુખ દિનેશભાઇ પટેલ તથા બોર્ડ ડિરેક્ટરોએ સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓલપાડમાં પિયત મંડળીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતાં સહકારી આલમમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Most Popular

To Top