ભરૂચ(Bharuch): વાગરાની (Vaghra) સાયખા (Saykha) GIDC+2 માં રૂ 132 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં (DharmajCropGuard) સોમવારે આગ (Fire) ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી.
- સાયખા GIDCની ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં એક કલાક સુધી આગ લાગી
- અંડર કન્સ્ટ્રકશન કંપનીના ઇન્સ્યુલેશનમાં લાગેલી આગ પર બે ફાયર ફાઈટરોએ મળવ્યો કાબુ
- 132 કરોડના ખર્ચે એગ્રો ફોર્મ્યુલેશન કંપનીના નિર્માણથી 200 લોકોને મળશે રોજગારી
સાયખામાં DCGL તેનો પ્લાન્ટ સ્થાપી રહી છે. જેનાથી 200 લોકોને રોજગારી મળશે. એગ્રો કેમિકલ્સ ફોર્મ્યુલેશનની 342 પ્રોડક્ટ્સ ધરાવતી ધર્મજ ક્રોપ ગાર્ડ 20 દેશોમાં તેની એગ્રીકલચર પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.
સોમવારે સાયખા બે માં અંડર કન્સ્ટ્રકશન કંપની પ્લાન્ટની ચાલી રહેલી કામગીરી વેળા ઇન્સ્યુલેશનમાં બપોરે 12 કલાકના સુમારે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં બે PVC પાઇપલાઇન ઓગળી ગઈ હતી.
કન્સ્ટ્રક્શન સ્થળે કામગીરી કરી રહેલા કામદારો બહાર નીકળી આવતા કોઈને ઇજા કે જાનહાનિ થઈ નથી. કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાતા ફાયરનો કોલ મળતા 2 કંપનીના ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. આગ પર ૬૫ મિનિટમાં જ કાબુ મેળવી લેવાયો હતો. સ્થળ પર પોલીસ, GPCB અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.
પાંડેસરાની મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી
સુરત (Surat): પાંડેસરાની (Pandesara) એક મિલમાં (TextileMill) અચાનક ભીષણ આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થયા બાદ ફાયર વિભાગના 6 સ્ટેશનની 10થી વધુ ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ઘટના પાંડેસરાની પરાગ મિલમાં બની છે. જેનું નામ હાલ બદલીને તરાના કરવામાં આવ્યું છે. ભીષણ આગ બાદ મજૂરો-કારીગરો દોડીને બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી. આગને કંટ્રોલ કરવા માટે ચારેય બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. હાલ આગ કાબુમાં હોય એમ કહી શકાય છે.