Business

ભરૂચ એ ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય બંદરનો સિક્કો ચાલતો હતો

ગુજરાતની એક વિશિષ્ટતા એ છે કે ગરવી ગુજરાતે હજારો વર્ષથી વિકસાવેલી ‘વ્યાપારી’પરંપરા છે.વ્યાપારી સંસ્કારો વણથંભ્યા અને વણતૂટ્યા છે.હરપ્પન સંસ્કૃતિ દરમિયાન આજથી ૫૦૦૦ વર્ષ પહેલા લોથલ બંદર ઈરાન,બહેરિન અને મેસોપોટેમિયા (આજનું ઈરાક) સાથે વ્યાપાર થતો.ઈ.પૂ.૧૭૦૦ની આસપાસ મહાવિનાશક પુરને લીધે લોથલ સંસ્કૃતિ નાશ પામી, પણ ત્યારબાદ દ્રારકા, પોરબંદર,કોટેશ્વર,નારાયણ સરોવર અને માંગરોળનો ઉદય થયો.ત્યાર બાદ છેક મૌર્યકાળથી (ઈ.પૂ.૩૨૨- ઈ.પૂ.૧૮૫) શરૂ કરીને લગભગ આઠમી સદી સુધી ભરૂચ ૧૦૦૦ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય બંદર તરીકે જાહોજલાલી અને ખ્યાતી પ્રાપ્ત કરી. ભરૂચમાં ફ્રેંચ ઈતિહાસકાર સંશોધક ડો.માઈકલ રાકોટોઝોનિયા અને ડો.સારા કેલરે પોતાના સંશોધનમાં સદીઓ પહેલા આજનું ભરૂચ એ ભૂતકાળમાં નિકાસની એવી ભારતનું દુબઈ હતું.

ગુજરાતી સાહસિકો હિંદભરનો માલ ભરૂચ બંદરે ઠાલવીને તેની દેશાવરોમાં નિકાસ કરતા.ભરૂચ દ્વારા રોમન સામ્રાજ્ય પર હિંદના માલની થયેલી નિકાસની એવી તો વિપરીત અસર થઇ કે ઇટાલીના નૌકાધ્યક્ષ અને વહીવટકર્તા પ્લીનીએ (ઈ.સ.૨૩-૭૯) લેટિનમાં લખેલા ગ્રંથ ‘નેચરલિસ હિસ્ટોરિયા’માં રોમન સમ્રાટો અને પ્રજાજનોને ચેતવણી આપી કે,”જો બરીગઝા (પ્રાચીન ભૃગુકચ્છ) સાથે વ્યાપાર ચાલુ રાખીશું તો તારાજ થઇ જઈશું.આપણું દ્રવ્ય અપહરણ થઇ રહ્યું છે.ભરૂચ બંદર અહીંથી પુષ્કળ સોનું અને ચાંદી ખેંચી જાય છે”ક્લિયોપેટ્રા ઝવેરાત ઉપરાંત ગુજરાતના મરીમસાલા અને અથાણાંની પણ શોખીન હતી.

ભરૂચ પડ્યું પણ ત્યાં તો સ્તંભતીર્થ (આજનું ખંભાત) વિકસ્યું. સને-૧૫૭૨થી ૧૭૦૭ સાલમાં સુરત બંદર પર અકબર,જહાંગીર,શાહજહાં અને ઔરંગઝેબનો સિક્કો ચાલતો હતો.કવિના પાંખે ઉડીને કહી શકાય છે કે ભૃગુકચ્છમાં ચંદ્રગુપ્ત મૌર્ય,ચાણક્ય,ડીમીત્રીસ, એપોલોડોટસે,મીનેન્દ્ર, વિક્રમાદિત્ય,સમુદ્રગુપ્ત,કલીદાર,વિશાખાદત્ત,સિદ્ધરાજ જયસિંહ અને ૧૨માં સૈકાના મહાન જૈન તપસ્વી અને વિદ્વાન આર્ચાય હેમચંદ્રાચાર્યના સમયનું હિંદુ સમયનું પ્રતિક હતું. સુરત એ મુઘલ યુગનું જાહોજલાલીનું પ્રતિક હતું.

બને ઔરંગઝેબે સુરતના ચાર હિંદુ અને જૈન વેપારીઓને વટલાવીને સુરત બંદરનો વિનાશ સર્જાયો.તેથી શિવાજીએ સુરતને બે વખતે લુંટયું.છતાં ભૃગુકચ્છની બાબતમાં આવું કશું જ થયું નહોતું.સોના,ચાંદી અને તાંબાના સિક્કાઓ ભરૂચ બંદર ઉપરાંત અન્ય પ્રદેશોમાં પ્રચલિત હતા.ભૃગુકચ્છનો વૈભવ છેક ૧૧માં સૈકા સુધી ચાલ્યો હતો.તે દરમિયાન ‘સ્તંભતીર્થ’(ખંભાત) બંદરનો ઉદય અને વિકાસ થયો હતો.ત્યારબાદ ભરૂચ ઝડપથી આથમી ગયો.તેમ છતાં ભૂતકાળથી લઈને આજે પણ ગુજરાતીઓમાં ચર્ચાય છે કે ‘ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ’પ્રખ્યાત છે.
ભરૂચ     – વિરેન્દ્રસિંહ અટોદરીયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top