ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના લાલ બજાર ગલિયારવાડમાં રહેતાં મંજુલાબેન રામજી ચૌહાણ ગત તા.8મી ડિસેમ્બરના રોજ ભરૂચ પોતાના ઘરે હતાં. એ દરમિયાન એક ઈસમ તેઓના ઘરે આવ્યો હતો. જે હિન્દી ભાષા બોલતો હોવાથી મહિલાએ તેમની પુત્રવધૂ (Daughter-In-law) અંજલિને બોલાવી હતી. એ વેળા તેઓના ઘરે આવેલો યુવાન ઉજાલા કંપનીની (Ujala Company) બીજી પ્રોડક્ટ (Product) લોન્ચ થઇ છે. જેનો ડેમો બતાવવા (Show demo) આવ્યો હોવાનું જણાવ્યું હતું. જે બાદ આ ઇસમએ પ્રથમ લક્ષ્મી માતાજીની મૂર્તિ પાણીમાં નાંખી પાઉડર મિક્સ કરી ચમકદાર બનાવી હતી. જે બાદ વધુ એક ઇસમ ઉજાલા કંપનીના નામે ઘરમાં હાજર પુત્રવધૂ અને સાસુને સોનાનાં ઘરેણાં ચમકાવી આપવાનું કહી સ્ટીલનો ડબ્બો મંગાવી તેમાં પાણી અને હળદર નાખી તેને ગરમ કરવાનું કહી અંજલિબેન જેવા રસોડામાં ગયા કે બંને ઠગો નવ તોલા સોનાનાં ઘરેણાં મળી કુલ 4.15 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે ભરૂચ બી-ડિવિઝન પોલીસે (Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- ઘરેણાં ચમકાવી આપવાનું કહી સ્ટીલનો ડબ્બો મંગાવ્યો
- તેમાં પાણી અને હળદર નાખી તેને ગરમ કરવાનું કહ્યું
- મોકો મળતાની સાથે બંને ઠગો નવ તોલા સોનાનાં ઘરેણાં લઇ રફુચક્કર
માટીખનન સામે ભૂસ્તર અધિકારીનો સપાટો, 20 લાખનો મુદ્દામાલ કબજે
અનાવલ: મહુવાના દેદવાસણ ગામની સીમમાં બિનઅધિકૃત માટીખનન થતું હોવાની જાણકારી ભૂસ્તર વિભાગને મળી હતી. ત્યારે ભૂસ્તર વિભાગે ઘટના સ્થળે રેડ કરતાં 20 લાખનો સમાન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકામા માટીખનન કરનારા બેફામ બની ગયા છે. ઘણીવાર તંત્રની કાર્યવાહી છતાં માટીખનન માફિયા સુધરવાનું નામ લેતા નથી. ત્યારે દેદવાસણ ગામે પંચાયતની જમીનમાં સાદી માટીનું ખનન ચાલતું હોવાની જાણકારી મળી હતી. જેને લઈ ભૂસ્તર વિભાગ અને જાગૃત સરપંચ સાથે છાપો માર્યો હતો. આ બનાવમાં હિટાચી અને જેસીબી GJ 21 8533 ઝડપી 20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જેનો કબજો ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો હતો.