ભરૂચ : ભરૂચ જિલ્લામાં નવા આવેલા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા પર લાલ આંખ કરી છે. તેમની સૂચનાથી ભરૂચ LCB અને સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ એક પછી એક ગોરખધંધાઓ પર દરોડાની કાર્યવાહી કરતાં ગુનેગારોમાં ખોફ ફેલાઇ ગયો છે. ભરૂચ જિલ્લામાં ગણતરીના કલાકોમાં જ પોલીસે 10 ઠેકાણેથી દારૂ અને જુગારને ગેરકાયદે પ્રવૃતિ ઝડપી પાડી છે.
દરમિયાન ભરૂચના એસપી ડો.લીના પાટીલે રામનવમીના તહેવાર નિમિત્તે સંવેદનશીલ વિસ્તારોમાં રામનવમીના તહેવાર નિમિતે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં ભરૂચ LCB PI સાગર, એ-ડિવિઝનના PI એ.કે.ભરવાડ, બી-ડિવિઝનના PI સહીત ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીનો કાફલો જોડાયો હતો. જો કે, તેમણે ચાર્જ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડીને દહેજ ખાતેથી દારૂની 40 પેટી પકડી પાડતા તેમણે દહેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીની હેડક્વાર્ટર બદલી કરી નાંખી હતી.
સુરતના ચાર ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગુજરાત પોલીસ વડા દ્વારા ડીજીપી કોમેન્ડેશન ડીસ્ક એવોર્ડ
સુરત : ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા વર્ષ ૨૦૨૦ માં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ સુરતના ડીઆઈજી શરદ સિંઘલ, સુરતના ડીસીપી સરોજકુમારી, ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબે અને વિશેષ શાખાના એસીપી પી.એલ.ચૌધરીને ડીજીપી કોમેન્ડેશન ડીસ્ક એવોર્ડ આપવામાં આવ્યો છે.
- સુરતમાં DIG શરદ સિંઘલ, DCP સરોજકુમારી, ટ્રાફિક DCP પ્રશાંત સુંબેનું બહુમાન
- ત્રણ પોલીસ કર્મચારીઓને પણ એવોર્ડ એનાયત, વિશેષ શાખાના ACP પી.એલ.ચૌધરીને મળ્યું બહુમાન
- કુલ ૭ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉત્કૃષ્ટ કામગીરી થકી એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા
આ સિવાય શહેરના બિનહથિયારી એએસઆઈ શૈલેષ, રાધેબિહારી દુબે, બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઉમટ અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ચૌહાણને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. રાજ્યભરમાંથી કુલ 110 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમને ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે નવા વિદ્યાભવન ઓડિટોરીયમમાં આયોજિત સમારોહમાં એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. કુલ ૭ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉત્કૃષ્ટ કામગીરી થકી એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.