ભરૂચ, ઝઘડિયા: (Bharuch) આધ્યાત્મિક ગામ વણખુટા ગામે માસુમ બાળકને દીપડાએ (Panther) ફાડી ખાતા માતમ છવાઈ ગયો હતો. નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજતે ગયેલા નવ વર્ષના માસૂમ બાળકને હિંસક અને ખૂંખાર દિપડાએ ખેંચી જતા તેની લાશ મળી આવી હતી. મોતને ભેટેલા બાળકની એક દોઢ કિમીના અંતરે ફાડી ખાધેલી હાલતમાં વિકૃત લાશ મળી હતી. આ બાબતે ઝઘડિયા વન વિભાગને (Forest Department) જાણ કરતા હિંસક દિપડાને પકડવા કામે લાગી છે.
- ઝઘડિયાના વણખુટા ગામે 6 વર્ષના માસુમને દીપડાએ ફાડી ખાતા માતમ છવાયો
- વણખુટા ગામમાં પ્રાચીન દક્ષિણામુખી હનુમાન મંદિરે શ્રાવણ મહિનામાં આવી ઘટનાથી ગામવાસીઓ શોકાતુર
- માનવભક્ષી દીપડાએ સાતપુડાની પર્વતમાળાના વણખુટા ગામે 9 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો
સાતપુડા પર્વતમાળામાં આવેલા વણખુટા ગામે નવ વર્ષીય સેલૈયાકુમાર દેવેન્દ્રભાઈ વસાવા ગત શનિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં કુદરતે હાજતે ઘરથી થોડે દૂર ગયો હતો. આ ક્ષેત્રમાં દિપડાની મૌજુદગી હતી. સેલૈયા વસાવા પર હિંસક દિપડાએ હુમલો કરી તેને ફાડી ખાધો હતો. મોડે સુધી સેલૈયા ઘરે પરત ન આવતાં પરીજનો તેને શોધવા નીકળ્યા હતાં. એકાદ કિલોમીટર દૂર તેની લાશ વિકૃત હાલતમાં મળી હતી. ગ્રામજનો દ્રારા નેત્રંગ પોલીસને આ બાબતની જાણ કરાઈ હતી. વન વિભાગ દ્વારા આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.
ઉલ્લેખનીય એ છે કે વણખુટા ગામે પ્રાચીન દક્ષિણામુખી હનુમાનજીનું પ્રતિષ્ઠિત મંદિર આવેલું છે. જ્યાં પવિત્ર શ્રાવણ મહિનાના શનિવારે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો દર્શનાર્થે આવે છે. એ જ ગામમાં શ્રાવણના શનિવારે માસુમ બાળકને દીપડાએ ફાડી ખાધો હોવાની ઘટનાથી આખું શોકાતુર બની ગયુ છે.