ભરૂચ: (Bharuch) ભરૂચનાં જંબુસર તાલુકાના રૂનાદ ગામે ત્રણ યુવાનોને કપિરાજે (Monkey) બચકાં ભરતા ભયનો માહોલ ફેલાયો છે. રૂનાદ ગામે રહેતા કૌશિક ભાઈ હાલ અસહ્ય ગરમીને (Hot) લઈ ધાબે સુતા હતા. વહેલી સવારે તેઓના ધાબે વાનરો આવી ચઢ્યા હતા. એક વાનર યુવાનની ગોદડી ઊંચી કરી અંદર ઘુસી ગયુ હતું. વાનરે યુવાનને ગોદડી ઉંચી કરી પગમાં બચકા ભરી લેતા યુવકને 4 ટાંકા આવ્યા હતા.
- જંબુસર તાલુકાના રૂનાડ ગામે કપિરાજનો આતંક, ત્રણને બચકાં ભર્યા
- ધાબે સુતેલા યુવાનની ગોદડી ઊંચી કરી પગ પર બટકું ભરી લેતા 4 ટાંકા આવ્યા
- એક વાનર યુવાનની ગોદડી ઊંચી કરી અંદર ઘુસી ગયુ હતું
- વન વિભાગે વાનરને રેસ્ક્યું કરવા પાંજરૂ ગોઠવ્યું
ઊંઘમાં રહેલા યુવાનના જમણા પગે કપિરાજે બચકું ભરી લેતા તેને બુમરાણ મચાવી દીધી હતી. પરિવારજનોએ દોડી આવી યુવાનને જંબુસર રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેને વાનરે બચકું ભરતા 4 ટાંકા આવ્યા હતા.
ગામમાં અન્ય બે યુવાનને પણ વાનરે બચકાં ભરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. માજી સરપંચ ધર્મેશભાઈએ વન વિભાગને જાણ કરતા જંગલ ખાતાનો સ્ટાફ દોડી આવી વાનરને પકડવા પાંજરા મુક્યા હતા.
હાલ ઉનાળાની ગરમીમાં પાણી અને ખોરાકની શોધમાં વાનરો ગામડા અને શહેરી વિસ્તારોમાં આવી ચઢી રહ્યાં છે. ભરૂચ શહેરમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી વાનરો લોકોના ઘર, ધાબા અને શેરીઓમાં કુદા કૂદ કરી ઘરમાં જે કઈ ખાવાનું હાથ લાગ્યું કે ઝાડ પાન પર રહેલા ફૂલ અને ફળો આરોગી રહ્યાં છે. ત્યારે તેઓના આતંકથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
બારડોલી નવસારી માર્ગ પર ડભોઇ ખાડીના પુલની તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી
બારડોલી: બારડોલી નવસારી રાજ્ય ધોરી માર્ગ પર તાજપોર કોલેજ પાસે આવેલ વર્ષો જૂનો ડભોઇ ખાડીના પુલની રેલિંગ્સ તૂટી જતાં વાહન ચાલકો માટે જોખમી બની છે. રોડ કરતાં સાંકળો આ પુલ વળાંકમાં હોવાથી વાહન અકસ્માતનો ભય પણ સેવાય રહ્યો છે.
બારડોલી નવસારી રાજ્ય ધોરીમાર્ગ સંખ્યા 88 પર ડભોઇ ખાડીનો વર્ષો જૂનો પુલ આવેલો છે. આ જર્જરિત પુલની સિમેન્ટથી બનેલી રેલિંગને નુકસાન થયું હોય માર્ગ મકાન વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે લોખંડની રેલિંગ લગાવવામાં આવી હતી. પરંતુ આ રેલિંગ પણ તૂટી ગઈ છે. પુલની બંને તરફ રેલિંગ તૂટીને બહાર નીકળી આવી છે. પુલની બંને બાજુ જોખમી વળાંક આવવાની સાથે સાથે રસ્તા કરતાં પૂલ સાંકળો હોય પૂરઝડપે આવતા વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. બીજી તરફ આ પુલ જર્જરિત થઈ ગયો હોય લોકો પણ નવો પુલ બને તેવી માગ કરી રહ્યા છે.