ભરૂચ: (Bharuch) ભરૂચમાં ઓનર કિલિંગ નિષ્ફળ થવાની ઘટના બહાર આવી છે. પરિવાર વિરુદ્ધમાં આઠ મહિના પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ નવી વસાહતના યુવાન સાથે લવ મેરેજ (Love Marriage)કરતાં તેના પિતાની ભારે નારાજગી હતી. તેમનાં લગ્ન વિરુદ્ધમાં પિતાએ દીકરીની સ્કૂટી રોકી માર મારી પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ (Petrol) છાંટવાનો પ્રયાસ કરતાં પિતા વિરુદ્ધ ફરિયાદ બી-ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલની સામે નવી વસાહતમાં હંગામી શિક્ષિકા તરીકે 28 વર્ષિય સીમાબેન વિપુલભાઈ સોલંકી તેમના પતિ સહિત પરિવાર સાથે રહે છે. ભરૂચ આર.એસ.દલાલ સ્કૂલમાં ત્રણ મહિનાથી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમનાં માતા-પિતા વિરુદ્ધ તા. 13/7/2020ના રોજ વિપુલભાઈ આનંદભાઈ સોલંકી સાથે લગ્ન કરી લીધાં હતાં. સમગ્ર ઘટનાથી તેમનાં માતા-પિતા નારાજ હતાં.
- તારાં લગ્ન કરાવવામાં આપણા કોઈ સગા સંબંધીનો હાથ છે? પૂછતાં પુત્રીએ ના પાડી હતી
- પુત્રીએ બૂમાબૂમ કરતાં ટોળાંએ પિતાને પકડી પોલીસને જાણ કરી
- આઠ માસ પહેલાં પ્રેમલગ્ન કરતાં પિતા નારાજ હતા
તા.૨૨મી માર્ચે સવારે સાડા આઠ વાગ્યે ભરૂચ કોઠી રોડના કતોપોર પાસે તેણીની જ્યુપિટર ટુ વ્હીલર ગાડી લઈ સ્કૂલે નોકરી જતાં હતાં. એ વખતે તેમના પિતા ભવનભાઈ શનુભાઈ વસાવા મોટરસાઇકલ લઈને ઊભા હોવાથી તેમણે હાથ કરતાં ઊભાં રહ્યાં હતાં. તેમના પિતા ભવનભાઈએ ગાડી બંધ કરવા જણાવતાં ગાડી તેમણે બંધ કરી ન હતી. તેમના પિતાએ ગાડી બંધ કરીને કહ્યું કે, દુકાનના ઓટલા પર બેસ. તારી સાથે વાત કરવી છે ? તેમના પિતાનો ડર લાગતાં ગભરાઈને ભાગવા જતાં પિતા તેનો હાથ પકડી માર મારવા માંડ્યા હતા. ગભરાયેલી સીમા સોલંકી ભાગતાં તેમનો પીછો મોટરસાઇકલ પર પિતાએ કર્યો હતો.
ઓટલા પર બેસીને કહ્યું કે, તારાં લગ્ન કરાવવામાં આપણા કોઈ સગા સંબંધીનો હાથ છે કે કેમ ? જે બાબતે ના પાડતાં તેમની બાઇકના સ્ટીયરિંગ પરથી કાપડની થેલીમાં પેટ્રોલ ભરેલી એક લીટરની પ્લાસ્ટિક બોટલ કાઢી દીકરી પર છાંટતા બૂમાબૂમ કરતાં આજુબાજુના ટોળું ભેગું કરી તેમના પિતાને પકડી રાખતાં ભાગીને સ્કૂલ પર પહોંચી ગઈ હતી. આખી ઘટના ભોગ બનનાર સીમાબેનને બચાવનાર ટોળાએ પોલીસને જાણ કરતાં બી ડિવિઝન પોલીસ આવતાં તેમના સાસરિયાએ આવી જતાં તેમના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.