Dakshin Gujarat

‘પતિ-પત્ની ઓર વો’ ભરૂચના કંથારીયા ગામની અજબ પ્રેમ કી ગજબ કહાની

ભરૂચ : ભરૂચના (Bharuch) કંથારિયા ગામે (Kantharia village) પ્રેમ નગરીમાં ૪ દિવસથી ઘરમાં તાળું મારી પતિએ કેદ કરી રાખેલી પત્નીને ૧૮૧ મહિલા અભયમની (Abhayam) ટીમે છોડાવી હતી. પાંચ વર્ષના લગ્નજીવનમાં પતિને ગામની જ બીજી મહિલા સાથે પ્રેમ થઈ જતા પત્નીને ઘરમાં ગોંધી પતિ ફરાર થઈ ગયો હતો.નવસારીથી એક વ્યક્તિનો ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં (Healp Line) કોલ આવ્યો હતો. તેમની બહેનને બનેવી છેલ્લા ૪ દિવસથી જ ઘરમાં પુરી દીધી હોવાથી તેને મુક્ત કરાવવા મદદ માંગી હતી. અભયમ ટીમની તાત્કાલિક કંથારિયા ગામે મહિલાના ઘરે પહોંચી હતી. જ્યાં ઘરના બહારનો દરવાજાને તાળુ મારેલું હતું.

બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બંધાતા અવારનવાર તેમને શારીરિક ત્રાસ આપે છે

અભયમની ટીમે ઘરનું લોક તોડી મહિલાને બહાર કાઢી હતી ને નવસારીના ભાઈને જાણ કરતા પોતાની બહેનને લઇ ગયા હતા. બહાર આવેલી મહિલાએ ભારે હૈયે રડતા પોતાની આપવીતી જણાવી હતી કે, તેમના લગ્નને ૫ વર્ષ થયા છે. પતિને ગામની બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બંધાતા અવારનવાર તેમને શારીરિક ત્રાસ આપે છે. પતિ ઘરે પણ આવતો નથી. પીડિતાને ભોજન પણ આપતો નથી. આ બાબતે પતિ સાથે બોલાચાલી થતાં છેલ્લા ૪ દિવસથી તેને ઘરમાં પૂરી દરવાજાએ લોક મારી ક્યાં જતો રહ્યો છે.પરિણીતા અંદરથી બૂમો પાડતી હતી. રવિવારે એક વ્યકિતએ તેમની બૂમ સાંભળી હતી. તેઓના મોબાઈલથી તેમનાં ભાઇને કોલ કરી ઘરમાં પૂરાયેલી હોવાની જાણ કરી હતી. નવસારી રહેતાં ભાઇએ ૧૮૧ મહીલા હેલ્પ લાઇનને મદદ કરવા વિનંતી કરી હતી.

અભયમ ટીમે તેમનાં પતિનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો
અભયમ ટીમે તેમનાં પતિનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પરતું તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. પીડિત મહિલાને અભયમ ટીમે પોતાની પાસે રાખ્યા હતાં બાદમાં તેમનાં ભાઇ આવીને તેમની સાથે લઇ ગયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પાછળથી કાર્યવાહી કરશે. તેમને હાલમાં કોઈ કાર્યવાહી કરવી નથી.

Most Popular

To Top