અમદાવાદ: (Ahmedabad) ભરૂચની હોસ્પિટલમાં (Bharuch Hospital) લાગેલી આગના (Fire) મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં (High Court) સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે ફરી એક વખત નારાજગી વ્યક્ત કરી હતી અને ભરૂચની ઘટનાની તપાસ કરી બે સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. કોરોના આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન સિનિયર ધારાશાસ્ત્રી શાલીન મહેતાએ રજૂઆત કરી હતી કે લગ્નને ધાર્મિક કાર્યક્રમો ઉપર પંદર દિવસ માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ લગ્ન સમારંભો અને ધાર્મિક કાર્યક્રમોમાં હજી પણ ભીડ એકઠી થાય છે, તે બંધ થવી જોઈએ. લગ્ન અને અંતિમ સંસ્કાર વિધિમાં પણ લોકોની સંખ્યામાં ઘટાડો થવો જોઈએ. ગ્રામિણ વિસ્તારમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે, તેવી ભયાવહ સ્થિત હજી પણ જોવા મળી રહી છે.
- જે માળખામાં સરકારે કોરોનાની કામગીરીનું સોગંદનામું રજૂ કર્યું છે તે યોગ્ય નથી : હાઇકોર્ટ
- સોગંદનામુ કચેરીના બદલે નિવાસ્થાને ફાઇલ કર્યુ, ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે નથી જોડી
આ ઉપરાંત ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટ ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે કેમ જોડવામાં ન આવ્યાં ? તેવો વેધક પ્રશ્ન કર્યો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી બે સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શું કરી શકાય, વધુમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા નોંધ્યું હતું કે 20 વર્ષ પહેલાની એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. હાઇકોર્ટના સૂચનો અને આદેશ છતાં કોઈ પગલાં લેવાયા નથી. પગલાઓ માત્ર કાગળ ઉપર છે, સોગંદનામા તેનો કોઈ ઉલ્લેખ જણાતો નથી.
દરમિયાનમાં રાજ્ય સરકાર તરફથી આજે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું આ સોગંદનામા રજુ કરવાના મામલે પણ હાઇકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે એફિડેવીટ હંમેશા ઓફિસમાં ફાઈલ થવી જોઈએ. નિવાસ્થાને નહીં, જો નિવાસ્થાન ઉપર એફિડેવિટ રજૂ કરવું હોય તો જવાબદાર અધિકારીએ હાજર રહેવું જોઈએ. સાથે જ એફિડેવિટના પેજમાં સ્ટેપ્લર પર લગાવેલ નથી. જે માળખામાં સોગંદનામું રજૂ કરાયું છે તે યોગ્ય નથી. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ બચાવ કરતાં કહ્યું હતું કે લગ્નને અંતિમવિધિમાં સંખ્યા ઓછી કરી શકાય તે માટે વિચારણા કરાશે.