ઝઘડિયા, ભરૂચ: (Bharuch) ભરૂચના લુવારાના રહીશ જુમ્માશા નાથુશા દિવાનને સંતાનમાં પાંચ દીકરી અને એક દીકરો છે. જે ગાદલાં બનાવવાનું કામ કરે છે અને તેનું નામ ઇકબાલશા ઉર્ફે ઇસુફ દિવાન છે. ગત શુક્રવારે ઇકબાલશા અને ગામમાં (Village) જ રહેતા તેના મિત્ર અઝરૂદ્દીન સાથે અંકલેશ્વરમાં ગાદલાં બનાવવા માટેના કાપડની ખરીદી કરવા માટે ગયા હતા. દરમિયાન સાંજે ૪.૩૦ વાગ્યાના અરસામાં તેના પરિવારને ઇકબાલશાનો મુલદ હાઇવે (Highway) પર અકસ્માત થયો હોવાની જાણ થઇ હતી.
- મુલદમાં ડમ્પરે બાઇકને ટક્કર મારતાં પાંચ બહેનનો એકના એક ભાઈનું મોત
- ઇકબાલશા મિત્ર સાથે ગાદલાં બનાવવા માટેના કાપડની ખરીદી કરવા માટે ગયો હતો
- અકસ્માત બાદ ભાગી છૂટેલા ડમ્પરચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ડમ્પરચાલકે બાઇકને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઇજાના પગલે ઇકબાલશાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના મિત્રને ઇજા થઇ હોવાથી સારવાર માટે ભરૂચની સિવિલમાં ખસેડાયો હતો. પાંચ બહેનોના એકના એક ભાઇના મોતના પગલે પરિવારમાં શોકનો માતમ છવાઇ ગયો હતો. અકસ્માત બાદ ભાગી છૂટેલા ડમ્પરચાલક વિરુદ્ધ મૃતકના પિતાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચ હાઇવે પર કાર વૃક્ષ સાથે ભટકાઈ, ચાલકને ગંભીર ઇજા
અંકલેશ્વર: ભરૂચ અને અંકલેશ્વરના માર્ગ જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર ગત રાત્રિના એક તુફાન કાર ચાલકે પોતાની ગાડીની બ્રેક ફેઇલ થઈ જતાં રોડની સાઈડમાં ઝાડ સાથે ગાડી અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડીમાં બેઠેલા એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો ને.હા. નં.8 જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે શુક્રવારે ત્રણ એસ.ટી. બસના અકસ્માત બાદ ગતરોજ રાત્રિના 12 વાગ્યાના આસપાસ ભૂતમામાની ડેરી નજીક એક તુફાન કારચાલક અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યો હતો. એ દરમિયાન તેની ગાડીની બ્રેક ફેઈલ થઈ જવાના કારણે તેણે તુફાન ગાડીને રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલી બે વ્યક્તિમાંથી એકને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતાં ત્યાંથી પસાર થતા લોકોએ દોડી આવી 108 એમબ્યુલન્સ સેવા દ્વારા ઈજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસમથકે કરાતાં તેમણે પણ દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.