ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદામૈયા ચારમાર્ગીય બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ભરૂચ લેન્ડિંગ પોર્શનના ડાઉન રેમ્પની કામગીરી પ્રગતિમાં હોવાથી આજથી 15 દિવસ માટે કસક ગળનાળું વટેમાર્ગુના સલામતીના ભાગરૂપે રાત્રે 10થી સવારે 6 કલાક સુધી બંધ રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે.
નર્મદા નદી પર સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બની ગયો હોવાથી હાલમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે વિવાદ ઉભો થયો હતો. કોંગ્રેસે વહેલો બ્રિજ નહીં ચાલુ કરે 10 દિવસમાં શરૂ કરવાની ચીમકી આપતા હરકતમાં આવી ગયું છે. ભરૂચના ધારાસભ્ય આજે દુષ્યંત પટેલ ખુબ આ બ્રિજનું કામની પ્રોસેસ જોવા માટે બ્રિજ પર પહોંચી ગયા હતા. જોયા બાદ તંત્રને જરૂરી સૂચના આપી હતી. શુક્રવારે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.એમ.ડી.મોડિયાએ 18 જૂનથી 2 જુલાઈ સુધીના 15 દિવસ માટે કસક ગરનાળાને રાત્રે 10થી સવારે 6 કલાક સુધી તમામ વાહનો માટે બંધ કરવા હુકમ કર્યો છે.
કસક રેલવે ગરનાળું બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. 15 દિવસ માટે કસક રેલવે ગરનાળું બંધ થતાં વાહનચાલકોને કોઈ ઝાઝો ફરક નહીં પડે. હાલ રાત્રિ કરફ્યૂ 11થી સવારે 6 કલાક સુધી ચાલે છે. ત્યારે આ કામગીરી સુપેરે પૂર્ણ થઈ જશે. કસક ગરનાળું નર્મદા મૈયા બ્રિજના 53 મીટરના 2 ભાગમાં બનાવેલો ગર્ડર લોન્ચિંગ માટે 15 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેતાં ભરૂચ રેલવે સ્ટેશનથી કસક કે કસકથી રેલવે સ્ટેશન જવા માટે 5 કિલોમીટર જેટલો ફેરાવો ફરવો પડશે. સાથે જ તમામ પૂર્વ-પશ્ચિમ ભરૂચનો ટ્રાફિક ભૃગુ ઋષિ ભોલાવ ફ્લાયઓવર પરથી પસાર થશે.
નવા બ્રિજમાં સ્પાનના કામમાં ઓક્સિજન નહીં મળતાં મોડું થયું: દુષ્યંત પટેલ
ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા મૈયા બ્રિજનું 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.માંડ 10 ટકા લેન્ડિંગ પોર્શન કામ બાકી છે. હાલમાં ઓક્સિજન નહીં મળવાના કારણે લોખંડ સ્પાનનું કામ ડીલે થયું હતું. જે હવે લોખંડ સ્પાન બ્રિજ પર આવી ગયા છે. જે કામ આજેથી ટેલિસ્કોપિંગ ક્રેનથી કામ શરૂ થઇ જશે. જે આગામી 15થી 20 દિવસમાં ઝડપથી પૂરું થતાં લોકોને ફાયદો થશે.