Dakshin Gujarat

કપિરાજે એવું તો શું પી લીધું કે ચકરાવે ચઢી ગયા- આમોદની વિચિત્ર ઘટના

ભરૂચ: (Bharuch) આમોદ નગરમાં કોઈકના ખેતરમાં (Farm) કપિરાજે (Monkey) ભૂલથી ઝેરી (Poison) દવા પી લેતા ચકરાવે ચઢ્યો હતો. આમોદ નગરમાં વાંદરાએ આવીને ઉલટીઓ કરી રહ્યો હતો. તેને જોઈ તે અસ્વસ્થ્ય હોય એવો અહેસાસ લોકોને થતા વન વિભાગને જાણ કરી હતી.

સમગ્ર ઘટના બાબતે મળતી માહિતી મુજબ આમોદમાં દશેરા પ્લોટ ખાતે આવીને વાંદરો ઉલટી કરી રહ્યો હતો. નરેશ પંડ્યાના ઘર પાસે વાંદરો ઉલટીઓ કરતો જોઈ આ બાબતે નરેશ પંડ્યાએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આમોદ વન વિભાગના આરએફઓની (RFO) સૂચન અને માર્ગદર્શન દ્વારા નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તેમજ ટીમે ચકરાવે ચઢેલા વાંદરાને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો. સામજિક વનીકરણ આમોદની કચેરી દ્વારા પકડેલા વાંદરાને સારવાર આપવામાં આવી હતી. જો કે હવે કપિરાજ સ્વસ્થ છે.

કપરાડાની શાળાના શિક્ષકનો ગજબનો સિંહ પ્રેમ, એક વર્ષમાં સિંહના સૌથી વધુ 366 પેઇન્ટિંગ બનાવ્યા
વલસાડ : કપરાડા તાલુકાના મોટી પલસાણ પ્રાથમિક શાળાના શિક્ષકે એક વર્ષમાં અવિરતપણે સિંહના સૌથી વધુ 366 પેઇન્ટિંગ બનાવવા બદલ હાઇરેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત થયું છે. સિમલા ખાતે યોજાયેલા નેશનલ કક્ષાના કાર્યક્રમમાં તેઓ હાજર રહી નહીં શકતા ગુજરાતના ચીફ કો- ઓર્ડીનેટર સ્વપ્નિલ આચાર્યના હસ્તે તેમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે એક જ વર્ષના સમયગાળામાં સિંહના અલગ અલગ મુદ્રામાં 367 પેઇન્ટિંગ બનાવ્યા છે. કપિલ ટંડેલ મૂળ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મોવાસા ગામના વતની છે. હાલે તેઓ ભાવનગર રહેતા પરિવારથી દૂર કપરાડાના મોટી પલસાણ ગામે રહે છે.

એક્રેલિક વોટર કલર, પેન્સિલ કલર, પેન વર્ક, ઓઇલ કલર જેવી પદ્ધતિથી કેનવાસ પર અને પેપર પર ચિત્રો બનાવે છે. શિક્ષક કપિલ ટંડેલએ અમલસાડ સ્થિત બી.એ.મહેતા કલા મહાવિદ્યાલયમાંથી એટીડીનો અભ્યાસ પૂર્ણ કરી 2005માં ભાવનગર જિલ્લાની ઉસરડ પ્રા.શા.માં શિક્ષક તરીકે નિમણુક પામ્યા હતા. ત્યારબાદ દેવળીયા શાળા અને જૂન- 2022 થી કપરાડાના મોટી પલસાણ શાળા ખાતે ફરજ બજાવી રહ્યા છે. અત્યાર સુધી તેમણે 500થી વધુ વિદ્યાર્થીઓને કલા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. હાઇ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અત્યાર સુધી ક્રિકેટર વિરાટ કોહલી, માજી રાષ્ટ્રપતિ સ્વ.ડો.અબ્દુલ કલામ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, અભિનેતા સોનુ સુદ, મહારાષ્ટ્રના અન્ના હજારેને મળી ચૂક્યું છે.

કપરાડાના લોકજીવન પર ચિત્રો તૈયાર કરવાનું મિશન
‘ગુજરાતમિત્ર’ સાથેની વાતચીતમાં શિક્ષક કપિલભાઈએ તેમની સિદ્ધિનું શ્રેય તેમની પત્ની ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય આર્ટીસ્ટ તરુણ કોઠારીને આપી જણાવ્યું કે, તેમનું હવે પછીનું મિશન કપરાડા તાલુકામાં બાળકોને સમજવામાં મુશ્કેલી પડતી હોઈ બાળકો સરળતાથી સમજી શકે તેવા પ્રોજેક્ટ તૈયાર કરવા, કપરાડાના લોકજીવન પર ચિત્રો તૈયાર કરવાનું રહેશે. શાળા સમય બાદ તેઓ સતત આ વિષય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમની કપરાડા ખાતે બદલીને તેઓ કુદરતનો કરિશ્મા માને છે

Most Popular

To Top