SURAT

સુરત: ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 254 જેટલી 6 કરોડની કારો ઉપર કબજો જમાવનાર મહાઠગ ઝડપાયો

સુરત: ભરૂચના (Bharuch) ઝઘડીયા ખાતે રહેતો કેતુલ પરમાર નામનો વ્યક્તિ ટી.જી. સોલાર નામની કંપનીમાં (Company) ભાડેથી ફોર વ્હિલ કાર (Car) રાખવાનો કોન્ટ્રાકટ મળ્યો હોવાનું કહીને લોકો પાસેથી મહિને 20 થી 50 હજાર રૂપિયા ભાડુ આપી કાર લે છે. તેણે ડિસેમ્બર 2020 થી એપ્રિલ 2021 સુધીના સમયગાળા દરમ્યાન સુરત, નવસારી તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની 264 ફોર વ્હિલ કાર મેળવી હતી. તે કારોના માલિકોને શરૂઆતમાં એક-બે માસના ભાડા ચુકવ્યા હતા. ત્યારબાદ માલિકોને અંધારામાં રાખી તેમની જાણ બહાર તેમના વાહનો પૈકી અમુક વાહનોને ખોટી સહીઓ કરી બારોબાર વેચી દીધા હતા. તથા અમુક વાહનોને બીજે ગીરવે મુકી તેમની કામરેજ ટર્નિગ પોઇન્ટ કોમપ્લેક્ષમાં આવેલી ઓફીસ બંધ કરી નાસી ગયા હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને એસઓજીએ પકડી પાડ્યા હતા. અને 200 થી વધારે કાર રિકવર કરી કોર્ટ મારફતે ઝડપી પ્રોસેસ કરી વાહન માલિકોને પરત કરાઈ હતી. બીજા વોન્ટેડ આરોપીને પકડવા માટે ઇકો સેલ દ્વારા કવાયત કરાતી હતી. ત્યારે ઇકો સેલની ટીમને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી કામરેજ ટર્નિગ પાસે, શ્રીમદ પાનના ગલ્લે આવવાનો છે. ઇકો સેલની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી વિરમમાર ગગજીભાઇ ભુવાને ઝડપી પાડ્યો હતો.

એક દિવસનું 1400 ભાડુ અને 200 કમિશનની લાલચ આપી
આરોપીએ બીજા આરોપીઓ સાથે મળીને ટી.જી.સોલાર પ્રા.લી.”ઝઘડીયા, ગુજરાતની કંપનીમાં ગાડીઓ ભાડે મુકવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનુ જણાવી લોકો સાથે છેતરપિંડીનો કારસો રચ્યો હતો. એક ગાડીનું એક દિવસનું ભાડુ 1400 રૂપિયા અને બીજાની ગાડીઓ ભાડેથી મુકાવવા ઉપર એક ગાડીનું એક દિવસનું 200 રૂપિયા કમિશન મળશે તેવી લાલચ આપી હતી. બાદમાં 254 જેટલી કાર મેળવી સાગરીતો સાથે મળી ગાડીઓ સગેવગે કરી વેચાણ કરી અને ગીરો મુકી ખોટા દસ્તાવેજો ઉભા કરી કરોડોની છેતરપિંડી કરી હતી.

ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 6 કરોડની કાર કબજે લીધી હતી
અગાઉ આ ગુનામાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અલગ અલગ ટીમો દ્વારા ગુજરાતના બોટાદ, ભાવનગર, ધોળકા, ધંધુકા, ઘોઘા, રાજકોટ, જામનગર, અમદાવાદ રૂરલ વિસ્તાર, કામરેજ તથા સુરત રૂરલ તેમજ બારડોલી તથા મહારાષ્ટ્રના નંદુરબાર, જલગાંવ, નવાપુર વિગેર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાંથી આરોપીઓએ કુલ 264 ગાડીઓ વેચાણ કરી હતી. તે પૈકી 254 ફોર વ્હીલર ગાડી જેની કિમત 6 કરોડની કબજે લેવાઈ હતી.

Most Popular

To Top