ભરૂચ: (Bharuch) શિક્ષણધામ ગણાતા ભરૂચની કે.જે.પોલિટેક્નિક કોલેજ (College) બહાર કથિતપણે ગેરકાયદે વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું રેકેટ પ્રકાશમાં આવતાં દારૂ (Alcohol) માફિયાઓ અને સંકળાયેલાં કેટલાંક તત્ત્વો સ્તબ્ધ બની ગયા હતા. દારૂનો જથ્થો પિકેટિંગ કરીને ઝડપી પાડતાં હરકતમાં આવેલી પોલીસે ત્રણ મહિલા બુટલેગર (Bootlegger) સામે ગુનો નોંધ્યો હતો.
ભરૂચમાં કોલેજ બહાર ગેરકાયદે ઝૂપડપટ્ટીમાં દારૂનું રેકેટ ઝડપાયું, ત્રણ મહિલા બુટલેગર સામે ગુનો દાખલ
ભરૂચની કે.જે.પોલિટેક્નિક કોલેજ બહાર કથિતપણે ગેરકાયદે વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું રેકેટ સામે આવ્યું
ભરૂચ નેશનલ હાઈવે નં.૮માં ભરૂચની કે.જે.પોલિટેક્નિક સરકારી કોલેજ એ વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું કેન્દ્ર છે. કમનસીબે કોલેજની બહાર ગેરકાયદે ઊભા કરાયેલાં ૩ ઝૂપડાંનો પડાવ હોવાથી વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જે બાબતે રવિવારે પિકેટિંગ તંત્ર બહારના વ્યક્તિએ કરતા આખો કિસ્સો બહાર આવી ગયો હતો. જનમાનસમાં ઊભી થયેલી ફરિયાદોના દારૂની બોટલો ખરીદી બાદ મળતાં નજરે જોનારા અવાક બની ગયા હતા. આખો મુદ્દો વાયુવેગે પ્રસરતાં તંત્ર હરકતમાં આવી ગઈ હતી.
આ અંગે C ડિવિઝનને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવીને દારૂ જપ્ત કરીને ઝીણવટભરી રીતે તપાસતા સૂકાં પાંદડાંમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો પોલીસે કબજે કરી હતી, પરંતુ ઝૂંપડામાં રહેલા પુરુષોને પોલીસે છાવર્યા હતા. આખા પ્રકરણમાં ઝૂપડપટ્ટીમાં રહેતી પાર્વતી રતન બારિયા, કશુ હીમા ડામોર, ઇન્દુ રામેન્દ્ર ડામોર સામે ગુનો નોંધીને મહિલા હોવાથી ધરપકડ કરાઈ નથી. સમગ્ર મુદ્દે એમ કહેવાય છે કે, દારૂનો ધમધોકાર વેચાણ થાય તો તેના પતિ અજાણ હોય એ શંકાના દાયરામાં છે.
પલસાણામાં ઇકો ગાડીના ચોરખાનામાંથી દારૂનો જથ્થો ઝડપાયો
પલસાણા: પલસાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, મુંબઇ તરફથી આવી રહેલી ઇકો કાર નં.(જીજે ૨૧ બીસી ૦૭૨૯)માં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂ ભરી આવી રહી છે. જેના આધારે પલસાણા પોલીસે નેશનલ હાઇવે નં.૪૮ ૫૨ મીંઢોળા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી બાતમીવાળી ગાડીને ઊભી રાખી તેમાં તપાસ કરતાં ઇકો ગાડીમાં પાછળના ભાગે બનાવવામાં આવેલા ચોરખાનામાંથી પોલીસે ૩૪૮૦૦ રૂપિયાનો દારૂ કાર કિં.૨ લાખ મળી ૨,૩૪,૮૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ગાડીચાલક જોસીંગ સંભુસીંગ રાજપૂત (ઉં.વ.૨૨) (૨હે.,જોળવા, ગાર્ડન સિટી સોસાયટી, મૂળ રહે., રાજસ્થાન)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર દિનેશ (રહે., વાપી), દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.