અંકલેશ્વર, ભરૂચ: (Bharuch) સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જીલ્લાના સરહદી તાલુકા દારૂ (Alcohol) સંતાડવાનું એપીસેન્ટર બની ગયું છે. હાલમાં અંકલેશ્વર જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલા એક પ્લોટની આવેલી દિવાલની પાછળ સંતાડેલો રૂ. ૧૨.૦૪ લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો GIDC પોલીસે ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ચાર ઈસમોને દબોચી લઈને અન્ય છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
- અંકલેશ્વર GIDCમાંથી 12 લાખના દારૂ સાથે ચાર ઝડપાયાં, છ વોન્ટેડ
- એક પ્લોટના શેડની પાછળ દારૂનો જથ્થો સંતાડ્યો હતો, વ્હીસ્કી-બિયરની 10 હજારથી વધુ બોટલો જપ્ત
- દ.ગુ.માં રેલમછેલ દારૂની, ચાર ઘટનામાં 37 લાખથી વધુનો દારૂ જપ્ત
અંકલેશ્વર GIDC પીઆઈ બી.એન.સગર અને સ્ટાફને GIDCમાં આવેલા પ્લોટ નંબર ૩૬૦૮ના શેડની પાછળની દિવાલના ભાગે આરોપીઓએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના પગલે પોલીસે સ્થળે રેઈડ કરી દારૂની પેટી નંગ ૨૧૯, નાની-મોટી બોટલ નંગ ૮૮૨૦ કિંમત રૂ.૧૦,૫૧,૨૦૦/- અને બિયરની પેટી નંગ-૬૪, બોટલ નંગ ૧૫૩૬ મળીને કિંમત રૂ.૧,૫૩,૬૦૦/- મળીને કુલ રૂ.૧૨,૦૪,૮૦૦/-મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર GIDC પોલીસે સ્થળ પરથી સૈફ ઉર્ફે યશ ખાન(ઉ.વ.૩૦ રહે-બી-૧૦૧,ગ્રીનપાર્ક સોસાયટી રેલ્વે સ્ટેશન પાસે અંકલેશ્વર), ગૌરાંગ જગદીશ પરમાર (ઉ.વ.૨૨ રહે. ૬૧-આશ્રય સોસાયટી ભરૂચ), નિરજ બાબુ રબારી (ઉ.વ.૨૨) નિરજ રબારી જેનો સગો ભાઈ મુકબધીર છે.
જેનું સની બાબુ રબારી (ઉ.વ.૧૯ બંને રહે-નવીનગરી નિકોરા તા-જી-ભરૂચ) ને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે વોન્ટેડ છગન મેવાડા (રહે-જોલવા પાટિયા કડોદરા જી-સુરત), પરેશ મારવાડી (રહે-માંડવી), જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટ પરીખ (રહે-સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ ગોપાલ ડેરી પાસે જલધારા ચોકડી અંકલેશ્વર GIDC), રાજેન્દ્ર હિરા મીસ્ત્રી (રહે-ગુજરાત રેસીડન્સી કુડસદ રોડ કીમ જી-સુરત મૂળ રહે-રાજસ્થાન), ઉદ્દેશ ગોપાલ યાદવ (રહે-૧૦૫ ગણેશપાર્ક સોસાયટી અંકલેશ્વર GIDC) અને એક બંધ બોડીની ઓરેન્જ કલરની ટ્રકના ડ્રાયવરને વોન્ટેડ જાહેર કરીને ઝડપાયેલા તમામ સામે પ્રોહીબીશન એક્ટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.વોન્ટેડ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સુદામા ઈન્ડ.ના પ્લોટમાંથી 12.26 લાખનો દારૂ જપ્ત, એક વોન્ટેડ
અન્ય એક બનાવમાં અંકલેશ્વરની સુદામા ઈન્ડસ્ટ્રીયલના એક પ્લોટમાંથી પણ રૂ. 12.26 લાખનો દારૂ ઝડપાયો છે. અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે દઢાલ ગામની સીમમાં સુદામા ઇન્ડસ્ટ્રીયલના 203 નંબરના પ્લોટમાં રેડ કરી હતી. જેમાં જીગ્નેશ ઉર્ફે જીગો પરીખ નામનો બુટલેગર ફરાર થઈ ગયો હતો અને પોલીસે વિદેશી શરાબની બોટલો અને બિયરના ટીન મળીને રૂપિયા 12.26 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર જીગ્નેશ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.