Dakshin Gujarat

ભરૂચ-નર્મદા જિલ્લાની જીવાદોરી કરજણ ડેમમાં પાણીની આવક ઘટી : માત્ર 43.79 % પાણી બચ્યું

રાજપીપળા: ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરીસમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી રહી છે. હાલ કરજણ ડેમમાં વરસાદ ખેંચાતાં માત્ર 43.79% પાણી બચ્યું છે. અર્થાત 56% ડેમ ખાલી થઈ ગયો છે. કરજણ ડેમના બંને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ પડતાં વીજ ઉત્પાદન થપ્પ થઈ ગયું છે. હાલ કરજણ ડેમની સપાટી 102.01 મીટર છે. લાઈવ સ્ટોરેજ 211.91 મિલિયન ઘન મીટર છે. જ્યારે ગ્રોસ સ્ટોરેજ 235.92 મિલિયન ઘન મીટર છે.

હાલ વરસાદ ખેંચાયો હોવાથી ગરમીને કારણે બાષ્પીભવન થઈ જવાથી ડેમનું પાણી ઉડી જવાથી પણ પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. હજી વરસાદ ખેંચાતાં ખેતીના પાક અને બિયારણ નષ્ટ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો સિંચાઈ માટે કરજણ જળાશયની કેનાલોમાં પાણી છોડવાની માંગ ઊઠી છે. ત્યારે ડેમ હજી ખાલી થશે. જો આ સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો ડેમોની સ્થિતિ નાજૂક બની શકે છે.

Most Popular

To Top