Vadodara

વિજાગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

દાહોદ, તા.૨૭
દાહોદના વિજાગઢ ગામે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. ભારત સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા તેમજ લોકોને ઘરબેઠા સરકારી યોજનાનો લાભ મળે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર,ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર,તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ લોકો મોટી સંખ્યામાં યોજનાઓનો લાભ મેળવવા ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top