નવી દિલ્હી (New Delhi): કોરોના (Corona Virus/Covid-19/Sars Cov2) એક એવો ચેપ છે જે બધા જ માટે નવો છે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પણ હજી તનો પ્રકાર જાણવા મથી રહ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ કે કોરોના એક પ્રકારનું ફ્લૂ છે. જે કોઇને પણ થિ શકે છે. પણ સામાન્ય જણાનો આ ફ્લૂ મોટી ઉંમરના અને કેટલીક અન્ય બીમારીથી પીડાતા લોકો માટે જાન-લેવા પૂરવાર થયો છે. કોરોના વ્યકતિને એટલો નબળો બનાવી દે છે કે તેની રોગ પ્રતિકારક શક્તિ ઘણા નબળી પડી જાય છે. એટલે આ ચેપની રસી શોઝાય એ આપણી પ્રથમિકતા હતી. હવે આપણી પાસે રસી ઉપલ્બધ છે. એટલે કેટલાક દિવસોથી જે સવાલ સામે આવ્યો છે એ છે કે શું બાળકોને કોરોનાની રસી આપવાની જરૂર છે ખરી?
હકીકતમાં, અલગ-અલગ ઉંમરના લોકો પર વેક્સીન (study on vaccination)ની સ્ટડીનો પૂરતો ડેટા હજુ કોઇપણ કંપની પાસે હાજર નથી. (Pfizer)ની વેક્સીનનો 12 વર્ષ કરતા વધુ વય ધરાવતા બાળકો પર ટેસ્ટ ઓક્ટોબરમાં શરૂ કરાયો હતો અને હજુ તેના પરિણામો(results) આવવામાં કેટલાક મહિના લાગી શકે છે. હૈદરાબાદની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી કોવેક્સિન 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપી શકાય છે. ભારત બાયોટેકે તેના ફેઝ 2 ટ્રાયલમાં કુલ 380 પુખ્ત વયના અને બાળકોને રસીનો ડોઝ આપ્યો હતો. જેના પરિણામો વધુ સારા આવ્યા છે, તેથી જ તેમને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને અન્ય લોકોને રસી આપવાની મંજૂરી આપવામાં આવી છે.
સ્વદેશી કોરોના વેક્સીન “કોવેક્સિન” (Covaxin, Bharat Biotech) ના ટ્રાયલ હવે 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો પર પણ થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ માટે ભારત બાયોટેકને મંજૂરી આપી દીધી છે. કોવેક્સિન અત્યારે ત્રીજા તબક્કાના ટ્રાયલ ફેઝમાં છે. ગત રાઉન્ડમાં પણ 12 વર્ષથી વધારે ઉંમરના કેટલાક બાળકો પર તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વેક્સીન સંપૂર્ણપણે સલામત હોવાની માહિતી મળી હતી.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે ટૂંક સમયમાં વેક્સીનેશન શરૂ થઈ જશે. અત્યારે ફક્ત ઉંમરલાયક લોકોને જ વેક્સીન આપવામાં આવશે. જોકે વેક્સીનેશનના આ ટ્રાયલ બાદ જો સારા પરિણામ મળશે તો ભવિષ્યમાં બાળકોનું પણ વેક્સીનેશન શક્ય બનશે. 3 જાન્યુઆરીના રોજ DCGIએ ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડના ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી હતી.